બ્લેક ફંગસનો ઈલાજ જળા થી ઘરે બેઠા આવી રીતે કરી શકાય છે. . આયુર્વેદ નિષ્ણાતોનો દાવો

રાજ્યમાં કોરોના રોગચાળાની સાથે-સાથે બ્લેક ફંગશ એટલે કે મ્યુકોરમાઈકોસિસનો કહેર પણ વધી રહ્યો છે, રાજ્યામાં મ્યુકોરમાઈકોસિસનાં દર્દીઓમાં ચિંતાજનક હદે વધારો થતા રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીનાં પ્રમુખ પદે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં બાદ મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો. બાદમાં રાજ્ય સરકારે તે અંગેની ઘોષણા કરી.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)નાં કેસ વધી રહ્યા છે.

ગુજરાત પહેલા રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા અને તમિલનાડુ આ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી ચૂક્યા છે. આ રોગનાં શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે.હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇસીએમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સ નું પાલન કરવાનું રહેશે

આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ દિનેશ્વર પ્રસાદે ભાસ્કરને આ અંગે જણાવ્યું, ‘આયુર્વેદના પ્રાચીન ગ્રંથ સુશ્રુત સંહિતામાં જળો થેરપી વિશે જણાવાયું છે.ગંભીર અવસ્થામાં પહોંચ્યા પછી બ્લેક ફંગસના સંક્રમણનો ઈલાજ કરી શકાય છે, પરંતુ પ્રારંભિક અવસ્થામાં જો આ થેરપીનો ઉપયોગ કરીએ તો ઈલાજ સંભવ છે.’સુશ્રુત સંહિતાના 17મા અધ્યાયમાં લીચ થેરપી કે જલૌકા થેરપીનો વિસ્તૃત ઉલ્લેખ છે.

જેને જલૌકા ટ્રીટમેન્ટ ના નામથીપણ ઓળખવામાં આવે છે. એનાથી બ્લેક ફંગસની પ્રાથમિક તબક્કામાં ઈલાજ સંભવ છે. જો કેન્દ્રીય આયુષ મંત્રાલય એની અનુમતિ આપે તો અમે એના પર ટ્રાયલ શરૂ કરી દઈશું.’

Leave a reply:

Your email address will not be published.

Site Footer