જાણો હિંદુ ધર્મનું સૌથી પવિત્ર સ્થાન વારાણસી ઘાટ નું મહત્વ, મરનારને થાય છે મોક્ષની પ્રાપ્તિ…

વારાણસી હિંદુ ધર્મ ના લોકો માટે સૌથી પવિત્ર સ્થાનો માંથી એક છે. આ એક એવું પવિત્ર ધામ છે જ્યાં લાખો, કરોડો ની સંખ્યામાં ભક્તો આવે છે. અહીની પવિત્ર ગંગા નદી જેના વિશે લોકોનું કહેવું છે

આ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કરવાથી દરેક પાપ ધોવાઇ જાય છે વારાણસી આવવા માટે કોઈ વાર કે તિથી નથી જોવામાં આવતી પરંતુ અહી તો ક્યારેય પણ આવી શકાય છે.

રાત્રે થતી આરતી માં જય જય કાર જ સાંભળવા મળે છે. રાત્રી સમય દરમિયાન અહી નદી દીવા થી જગ્માગી ઉઠે છે એવું લાગે છે કે જાણે પાણી માં લાઈટો થઇ રહી હોય. વારાણસી માં ઘણા બધા ઘાટ છે જે ખુબજ દુર સુધી ફેલાયેલા છે

જેમાં ઘણી બધી સીડીઓ છે જે ઉતરીને ગંગા નદી સુધી પહોચી શકાય છે. કહેવાય છે કે તહેવાર આવ્તાના કેટલાક દિવસો પહેલા જ દરેક ઘાટ પર અસંખ્ય લોકો ની ભીડ જામી જાય છે.

આ સ્થાન પર સૌથી વધુ પ્રસિદ્ધ ઘાટ છે જેને માંનીકાર્નીકા ઘાટ ના નામથી ઓળખવામાં આવે છે. આ ઘાટ પર મરનાર વ્યક્તિ ના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેનાથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું કરવાથી મરનાર વ્યક્તિને મુક્તિ મળી જાય છે.

જાણકારી અનુસાર આરતીના દરમિયાન આ પાવન નદીમાં માટી ના દીવા નો ઉપયોગ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે પુરાતત્વ કાળમાં અહી નાના લોકો નો વાસ હતો જેમણે આ નગરમાં નીવ નાખી હતી. વારાણસી હાથી દાત અને કપડા માટે ઓળખાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer