જાણો ચરણ સ્પર્શ કરવા પાછળનું ધાર્મિક કારણ

ભારત દેશની અંદર પ્રાચીન સમયથી જ ચરણ સ્પર્શ કરવાની પરંપરા ચાલતી આવે છે. આજના સમયમાં પણ દરેક વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. કહેવાય છે કે વડીલો ના આશીર્વાદ ની અંદર ખૂબ તાકાત હોય છે. જેથી કરીને વ્યક્તિ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. સામાન્ય રીતે હિન્દી સંસ્કૃતિ અનુસાર દરેક વ્યક્તિએ સવારમાં ઉઠ્યા બાદ પોતાના માતાપિતાને પોતાના ઇષ્ટદેવને અને પોતાના ગુરુદેવ ને ચરણોમાં વંદન કરવા જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ.


આજકાલના સમયમાં ઘણા લોકો એવા હોય છે કે, જે હિન્દુ સંસ્કૃતિને ધીમે ધીમે વિષે રહ્યા છે અને આપણી આ પરંપરાઓ થી દૂર જતા જાય છે. આજના સમયમાં નાના બાળકો પોતાના માતા-પિતાના આશીર્વાદ લેતા નથી કે પોતાના ગુરુદેવ ને વંદન પણ કરતા નથી. પરંતુ હકીકતમાં આ લોકો જાણતા નથી કે ખરેખર ચરણ સ્પર્શ કરવાના કારણે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. અને સાથે સાથે પોતાના દરેક કાર્યો સિદ્ધ થઈ શકે છે. શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ચરણ સ્પર્શ કરે છે ત્યારે તેને અનેક પ્રકારના લાભ થાય છે અને સાથે સાથે સમાજની અંદર તેના માન-સન્માનમાં પણ વધારો થાય છે.

શાસ્ત્રોની અંદર ચરણસ્પર્શ કરવા પાછળનું એક કારણ એ પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના વડીલોનાં ચરણ સ્પર્શ કરે છે ત્યારે તે વડીલો પ્રત્યે પોતાનું સમર્પણ બતાવે છે. અને આથી જ વ્યક્તિ જીવનની અંદર માન સન્માન મેળવી શકે છે. અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે તે વ્યક્તિ મહાન બની જતો હોય છે. જેથી કરીને તમે તેનાં પુણ્ય ના ભાગીદાર બની જાવ છો.

હવે જો ચરણસ્પર્શ કરવા પાછળના વૈજ્ઞાનિક કારણ ની વાત કરવામાં આવે તો વૈજ્ઞાનિકો દ્વારા પણ એ વાત ની પુષ્ટી કરી દેવામાં આવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ચરણ સ્પર્શ કરે છે ત્યારે તેના સમગ્ર શરીરને સારો એવો વ્યાયામ થઇ જાય છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિના ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે ઝૂકવું પડે છે અને આથી જ આપણા શરીરના દરેક અંગો ની અંદર યોગ્ય કસરત થઇ જાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer