આપણા સનાતન ધર્મમાં ચાર યુગોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ૧. સત યુગ ૨. ત્રેતા યુગ. ૩. દ્વાપર યુગ અને ૪. કલયુગ. પરંતુ શું તમે જાણો છો કે આ ચારે યુગોમાં કેટલા વર્ષ હોય છે અને અને આ ચાર યુગ ણો પ્રારંભ દિવસ કયો છે ? આજે અમે જણાવીશું યુગોના ક્રમમાં સૌથી પહેલા સત યુગ આવે છે. પછી બાકીના ત્રણે યુગ ક્રમશઃ આવે છે. ચાલો જાણીએ આ ચારેય યુગનો પ્રારંભ કાળ કેટલો હોય છે અને કેટલા વર્ષો આવે છે એક યુગમા.
૧. સત યુગ :- સત યુગ જેને કૃત યુગ પણ કહેવામાં આવે છે. સત યુગ માં કુલ ૧૭,૨૮,૦૦૦ વર્ષ હોય છે. શાસ્ત્રો અનુસાર સત યુગણો પ્રારંભ અત્યંત પવિત્ર કાર્તિક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથી થી થાય છે. જેને અક્ષય નવમી પણ કહેવામાં આવે છે. સત યુગમાં ધર્મ પોતાના ૪ ચારનો થી વિદ્યમાન રહે છે.
૨. ત્રેતા યુગ :- ત્રેતા યુગમાં કુલ ૧૨,૯૬,૦૦૦ વર્ષ હોય છે. શાસ્ત્ર અનુસાર ત્રેતા યુગણો પ્રારંભ વૈશાખ મહિનાની શુક્લ પક્ષ ની તૃતીય તિથી થી થાય છે. જેને અક્ષય તૃતીય અથવા અખા ત્રીજ પણ કહેવામાં આવે છે. ત્રેતા યુગમાં ધર્મ પોતાના ૩ ચરણોમાં વિદ્યમાન રહે છે.
૩. દ્વાપર યુગ :- દ્વાપર યુગમાં કુલ ૮,૬૪,૦૦૦ વર્ષ હોય છે. શાસ્ત્ર અનુસાર દ્વાપર યુગનો પ્રારંભ મહા મહિનાથી પૂર્ણિમા તિથી થી થાય છે. દ્વાપર યુગ માં ધર્મ ૨ ચરણોમાં વિદ્યમાન રહે છે.
૪. કળિયુગ :- કળિયુગમાં કુલ ૪,૩૨,૦૦૦ વર્ષ હોય છે. શાસ્ત્ર અનુસાર કળિયુગ ણો પ્રારંભ અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષ ની ત્રયોદશી તિથી થી થાય છે. કળિયુગમાં ધર્મ પોતાના ૧ ચરણમાં વિદ્યમાન રહે છે.