21 નવેમ્બરના જ્યોતિષના દૃષ્ટિકોણથી એક દુર્લભ સંયોગ બને છે. આ દિવસે ધન રાશિમાં એક સાથે 4 ગ્રહ પ્રવેશ કરે છે. તેના કારણોથી ચતુર્ગ્રહી યોગ બને છે. વૈદિક જ્યોતિષના આધારે જ્યારે ચતુર્ગ્રહી યોગ નિર્માણ થાય છે ત્યારે તે રાશિઓ પર પ્રભાવિત થાય છે જોકે, 21 નવેમ્બરે શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરવથી ચતુર્ગર્હી યોગ બની રહ્યો છે. શનિ, કેતુ અને બૃહસ્પતિ પહેલાથી જ ધન રાશિમાં છે એવામાં શુક્રના ધન રાશિમાં આવવાથી ચાર ગ્રહોની એક રાશિમાં યુતિ બની રહી છે.
ચતુર્ગ્રહી યોગ
21 નવેમ્બરના ચાર ગ્રહોની યુતિ બની રહી છે, શનિ, કેતુ, શુક્ર અને બૃહસ્પતિ હશે. શનિ અને કેતુ ધન રાશિમાં રહેવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે જ્યારે શુક્ર અને બૃહસ્પતિના ધન રાશિમાં આવવા પર શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ 4 ગ્રોહની એવી યુતિ 15 ડિસેમ્બર 2019 સુધી રહેશે. તે બાદ 2 અન્ય ગ્રહ ધન રાશિમાં આવી જશે. જેનાથી ગ્રહોની સંખ્યા ચારથી વધીને 6 થઇ જશે. 25 ડિસેમ્બર 2019એ ચંદ્રમા અને બુધ ધન રાશિમાં ગોચર કરશે. બે દિવસ બાદ એટલે 28 ડિસેમ્બરે ચંદ્રમાના મકર રાશિમાં જવાથી ધન રાશિમાં 5 ગ્રહ રહેશે.
ચતુર્ગ્રહી યોગની અસર
જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પણ બે કે બેથી વધારે ગ્રહ એક જ રાશિમાં પ્રવેશ કરે છે તો આ દરમિયાન અનેક પ્રકારની અપ્રત્યાશિત ઘટનાઓ થવા લાગે છે. ચતુર્ગ્રહી યોગના કારણથી પ્રાકૃતિક આપત્તિઓ પણ આવી શકે છે.
ચતુર્ગ્રહી યોગની રાશિઓ પર અસર
શુભ – મેષ, કર્ક, વૃશ્વિક ,કુંભ
અશુભ અસર – વૃષભ, મિથુ, ધન અને મકર રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ નહીં રહે.
એક સરખી અસર – સિંહ, કન્યા, તુલા અને મીન