જાણો બાળકોના જીવન ઘડતરમાં સંસ્કારોનું મહત્વ

સંતાનના શ્રેષ્ઠ ભવિષ્ય માટે માતા-પિતાએ સુખ-સુવિધાઓથી પણ વધુ સંસ્કારો પર ધ્યાન રાખવું જોઈએ. બાળકો સાથે પ્રેમ અને મોહ રાખવો સારું છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પ્રેમ અને વધુ મોહ હોય તો તેનાથી પરેશાનીઓ વધી શકે છે. બાળકોનું પાલન-પોષણ કરવામાં શિક્ષાભ્યાસ અને સંસ્કારોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ બંને બાબતોમાં કરવામાં આવેલી લાપરવાહી બાળકોના ભવિષ્યને બગાડી શકે છે.

સંસ્કારોથી જ બાળકો સારા અને ખોટામાં ફરક કરી શકે છે. બાળકોને સમજાવવું જોઈએ કે સારા કે યોગ્ય માર્ગમાં ચાલવામાં ભલે થોડી પરેશાનીઓ આવે, પરંતું લક્ષ્ય સુધી પહોંચીએ ત્યારે સુખ અને શાંતિ મળશે. ખોટા કામોમાં માનસિક સુખ અને શાંતિ નથી મળતી. મહાભારતમાં કુંતીએ પાંડવોને અભાવગ્રસ્ત જિંદગીમાં પણ શ્રેષ્ઠ શિક્ષાભ્યાસ અને સંસ્કારો આપ્યાં હતાં. તેને લીધે જ તેઓ અધર્મથી બચી શક્યાં હતાં.

મહાભારતમાં એક જ પરિવારના બે ભાગ બતાવ્યા છે. એક છે કૌરવો અને બીજો છે પાંડવોનો. કૌરવોમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને તેમના સો પુત્ર મુખ્ય છે, જ્યારે પાંડવોમાં માતા કુંતી અને પાંચ પાંડવ પુત્ર મુખ્ય છે. કૌરવોની પાસે સમસ્ત સુખ અને ઐશ્વર્ય હતાં, પરંતુ માતા-પિતાના અત્યધિક મોહ અને પ્રેમને લીધે સંતાનોને યોગ્ય શિક્ષાભ્યાસ અને સંસ્કાર આપી શક્યાં ન હતાં. બીજી તરફ માતા કુંતી, જેને પાંચ પાંડવ પુત્રોને શ્રેષ્ઠ શિક્ષા અને સંસ્કાર આપ્યા. મહારાજ પાંડુ અને માદ્રીના મૃત્યુ પછી પણ કુંતીએ જ પાંચેય પુત્રોનું પાલન-પોષણ કર્યું હતું. પાંડવોની પાસે કૌરવોની જેમ સુખ-સુવિધાઓ ન હતી, પરંતુ શિક્ષાભ્યાસ અને સંસ્કારોને લીધે ધર્મના માર્ગ ઉપર ચાલ્યાં અને શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી.

જે માતા-પિતા પોતાના બાળકો માટે શિક્ષાભ્યાસ અને સંસ્કારોનું પૂરું ધ્યાન રાખે છે, તેમના બાળકો આજીવન સુખી રહે છે. હંમેશાં ખોટા કામથી દૂર રહે છે અને ઘર-પરિવારની સાથે જ સમાજમાં પણ માન-સન્માન પ્રાપ્ત કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer