કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીની પોતાની પત્ની વિરુદ્ધ જાહેર નોટીસ, કહ્યું,- પત્ની મારા કહ્યામાં નથી, કોઈએ લેવડ દેવડ કરવી નહિ…

ગુજરાત કોગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી એ તેમની જ પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી છે. તેમણે પત્નીને નોટિસ મોકલીને કહ્યું કે, તેમની પત્ની હવે તેમના કહ્યામાં નથી અને મનસ્વી રીતે ખરાબ વર્તન કરે છે. તેથી તેમની પત્નીના નામે કોઈ નાણાંકીય કે જાહેર વહીવટ કરવો નહિ.

અન્યથા તેઓ જવાબદાર રહેશે નહિ. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મોટા ચહેરા ભરતસિંહ સોલંકીના પારિવારિક ડખા જાહેર ચર્ચામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ તેમના વકીલ એડવોકેટ કેપી તપોધન મારફતે પત્નીને લિગલ નોટીસ પાઠવી હતી.

તેમણે આ જાહેર નોટિસનો ખુલાસો કરતાં કહ્યુ છે કે, તેમના પત્ની રેશ્મા પટેલ હવે તેમના કહ્યામાં ન હોવાથી આ નોટિસ પાઠવી છે. રેશ્મા પટેલ ચાર વર્ષથી ભરતસિંહ સાથે રહેતા નથી અને મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે.

તેથી કોઈ પણ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે ભરતસિંહના નામે નાણાકીય કે સમાજિક લેવડ દેવડ કરવી નહિ. જો કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહિ. તેમજ ભરતસિંહના નામે કોઇ નાણાંકીય લેવડ દેવડ કર્યાનુ સામે આવશે,

તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. સોલંકીએ કહ્યું હતું કે મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ એ માટે તે માની ન હતી. મેં તેમને જીવન પસાર કરવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે એવી સગવડ કરી આપી છે,

પરંતુ તેમણે પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધો વધુ બગડતા જતા હતા. તેથી મે ઉપાય કાઢવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. પરંતુ આ વાતથી મને વખાનગી રીતે નુકસાન થવાનો ભય છે, પરંતુ મારા માટે જે ઓછું નુક્સાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો, તેથી મેં નોટિસ મોકલી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer