બીજી લહેરમાં દર્દીઓના શરીરમાં થતાં બ્લડ ક્લોટિંગના કારણે હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. દેશના પ્રખ્યાત વેસ્ક્યુલર સર્જન અંબરિશ સાત્વીકે કોરોનાના દર્દીમાંથી કાઢવામાં આવેલા બ્લડ ક્લોટની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી હતી.
મજાવ્યું હતું કે કોરોના દર્દીમાં બ્લડ ક્લોટ કેમ જોખમી છે. પોસ્ટમાં તેઓએ લખ્યું છે કે બ્લડ ક્લોટના કારણે હાર્ટએટેક, બ્રેઇન સ્ટ્રોક અથવા પેરાલિસિસ જેવી સમસ્યાના ચાન્સ 2-5 ટકા સુધી વધી જાય છે. વેસ્ક્યુલર સર્જન અંબરીશ સાત્વીકે જણાવ્યું કે, કોરોનાના કારણે ઘણી વખત દર્દીમાં બ્લડ ક્લોટ થઈ શકે છે.
આ બ્લ્ડ ક્લોટના કારણે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અથવા પેરાલિસિસ જેવી સમસ્યાઓ થવાના 2-5 ટકા સુધીના ચાન્સ વધી જાય છે. અમે અહીં એક કોરોના પીડિતની નીચલી ધમનીમાંથી સર્જરી કરીને બ્લડ ક્લોટ બહાર કાઢ્યો છે, અને અમે તે દર્દીનો જીવ બચાવી શક્યા છીએ.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બ્લડ ક્લોટના કારણે ઘણાં દર્દીઓને જીવનું જોખમ પણ રહે છે. આ ક્લોટ્સને થ્રોંબોસિસ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પણ કોરોના દર્દીના ફેફસામાં સોજો જોવા મળતો હોય છે. પરંતુ આ બ્લડ ક્લોટના કારણે ફેફસાંનો સોજો ગંભીર સ્વરૂપ લે છે.