રાજ્યમાં જ્યારે એકતરફ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે, ત્યારે કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જે અરબી સમુદ્રમાં થન્ડર સ્ટોર્મ થઇ તૈયાર રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતમાં દરિયાકાંઠે 16 મી ત્રાટકશે. ત્યારે આજે મધ્ય અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે 18 અથવા 19 મેના રોજ ગુજરાતના દરિયા કિનારા નજીક વાવાઝોડ઼ુ પહોંચી શકે છે.. હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં કેરળ અને કર્ણાટકના સમુદ્ર કિનારાથી દૂર એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે.. જે 15 મે અને 16 મેના રોજ વાવાઝોડામાં પરિવર્તિત થશે.
ભારતીય મોસમ વિભાગના અનુસાર, આ વખતના વાવાઝોડાના અલગ અલગ મોડલ છે. કેટલાક મોડલ બતાવે છે કે, આ વાવાઝોડું ઓમાનના કિનારા પરથી પસાર થઈ શકે છે, તો કેટલાક મોડલ દક્ષિણ પાકિસ્તાન તરફ ઈશારા કરે છે. જેનો મતલબ એ હશે કે, આ વાવાઝોડું ગુજરાતના કેટલાક ભાગોને પ્રભાવિત કરશે. અરબ સાગરમાં આગામી ૧૪ ના રોજ લૉ પ્રેસર સર્જાય તેવી સંભાવના છે. આ લૉ પ્રેસર તા. ૧૬મી મેના રોજ સાયક્લોનમાં પરિણમે તો, તેને મ્યાનમાર દ્વારા “તોક્તે” (TAUKTAE) નામ અપાયેલું છે.
આ સપ્તાહમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સાયકલોન સંદર્ભે રાજય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલા ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સંબધિત જિલ્લાના કલેકટરોને સુસજ્જ રહેવા માટે રાજયના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. જયારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.