ડાયાબિટીસના દર્દી માટે આ ૪ ફળો ઔષધી થી ઓછા નથી, શુગર લેવલ રહે છે કંટ્રોલમાં 

ડાયાબિટીસ બીમારીનું તમે નામ સાંભળ્યું હશે, ખાસ કરી ને આજ કાલની વાત કરીએ તો ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે કારણકે આપણા અસ્તવ્યસ્ત ખોરાક તેમજ ઘણું ખરું આની પાછળ જવાબદાર છે. આ સિવાય માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓમાં થાય તેવું પણ નથી, આ બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં લઈ શકે છે.

ડાયાબિટીસના દર્દી ની વાત કરીએ તો તેઓને થાક વધુ લાગે છે અને વારંવાર તરસ પણ લાગ્યા કરે છે. ડાયાબિટીઝ એ આધુનિક સમયમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ રોગ શરીરમાં સુગર લેવલ વધવાને કારણે થાય છે. ડાયાબિટીઝની સારવાર શક્ય છે, પરંતુ બેદરકારીને લીધે તે જોખમી સાબિત થઈ શકે છે.

તેથી, ડાયાબિટીઝના દર્દીઓએ આહાર, જીવનશૈલી અને વર્કઆઉટ્સ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ રોગમાં, ખાંડ અને ખાંડના ઉત્પાદનો ખાવા માટે પ્રતિબંધિત છે. આ સાથે, ઘણાં એવાં ફળો છે જે ડાયાબિટીઝના દર્દીઓએ ન પીવા જોઈએ. જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે માહોલ સારો હોવો જરૂરી છે, સાથે ઘણી વસ્તુ તરીકે ડાયટ નું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે.

આવું ન કરવાથી દર્દીને વધુ તકલીફ ભોગવવાનો સમય પણ આવી શકે છે. પરંતુ આપણે આજે એક લીસ્ટ લઈને આવ્યા છીએ જેમાં અમુક ફળ ફળાદી છે જેનો ઉપયોગ ડાયાબિટીસનો દર્દી કરે તો તે તેના માટે ફાયદાકારક રહેશે. અને જણાવી દઈએ કે જો તમને ડાયાબિટીસ ના હોય તો તેઓ માટે આ ફળ દવાથી ઓછું નથી.

જાંબુ- જો કે તમને ખબર હશે કે જાંબુ મોસમી ફળ છે. જાંબુ ખાવા માં ગળીયા એટલે કે મીઠા હોય છે. તેમજ સ્વાદિષ્ટ પણ હોય છે. પરંતુ મીઠા હોવાનો એ મતલબ નથી કે ડાયાબિટીસના દર્દી ન ખાઈ શકે. જાંબુ ડાયાબિટીસ દર્દીઓ માટે દવાથી ઓછું નથી. આના બીજને પીસીને ખાવાથી પણ લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

તરબૂચ- ડાયાબીટિઝના દર્દીઓ કોઈપણ ગળી તેમજ મીઠી વસ્તુ ખાતા પહેલા વિચાર કરે છે અને અમુક વસ્તુ તેઓ ખાતા જ નથી. કારણ કે આવું કરવાથી ઘણીવખત અચાનક સુગર લેવલ વધી જાય છે. જેના કારણે અમુક લોકો તો કુદરતી મીઠી વસ્તુઓ પણ ખાતા નથી. તરબૂચ પણ હોવાથી લોકોને આના વિશે એમ લાગ્યા કરે છે કે આ ફળ ડાયાબિટીસમાં ન ખાવું જોઇએ પરંતુ જણાવી દઈએ કે ફેટ અને કોલેસ્ટ્રોલ ન હોવાથી આ ફળ ડાયાબિટીઝના દરદીઓ ખાઈ શકે છે. અને સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સફરજન- આપણે નાનપણથી પેલી ઇંગલિશ કહેવતમાં સમજતા આવ્યા છીએ કે એક સફરજન દરરોજ નિયમિત પણે ખાવાથી ડોક્ટર થી દૂર રહી શકાય છે. જણાવી દઈએ કે આ વિધાન સાચું પણ છે કારણકે સફરજનને ઘણી બીમારીઓ ની ઔષધી માનવામાં આવે છે.

ડાયાબિટીઝના દરદીઓને સફરજન ખાવું તે લાભ પહોંચાડી શકે છે. સફરજન લોહીમાં રહેલી શુગર ની માત્રાને કંટ્રોલ કરે છે. સુગર નું સૌથી મોટું કારણ લોહીમાં ઇન્સ્યુલિન નુ ન હોવુ છે પરંતુ શરીરમાં સફરજન ઇન્સ્યુલિન નું ઉત્પાદન મા સહાયક છે.

નાસપતી- આ ફળને ઔષધીય ગુણો માટે ઓળખવામાં આવે છે. આ પણ થોડું મીઠુ હોવાથી લોકોને આના વિશે શંકા રહે છે કે આ ડાયાબિટીસ માં ખવાય કે નહીં. પરંતુ જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ ડર વગર નાસ્પતિ ખાઈ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer