કરો આ દેવી-દેવતાઓની ઉપાસના થશે દરેક સમસ્યાઓ દુર

એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિના કોઈ ને કોઈ ઇષ્ટ દેવ હોય છે, ચાલો જાણીએ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ક્યાં દેવી દેવતાઓની ઉપાસના કરવી જોઈએ..

ઈષ્ટદેવની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં ઉન્નતી પ્રાપ્ત થાય છે. તેનું નિર્ધારણ લોકો કુંડળીના આધારે કરે છે. વાસ્તવમાં ગ્રહો અને જ્યોતિષનો ઇષ્ટદેવ સાથે કઈ જ સબંધ નથી હોતો. પરંતુ ઈષ્ટદેવનું નિર્ધારણ આપના જન્મ જન્માન્તર ના સંસ્કારો સાથે સંકળાયેલ હોય છે. કોઈ પણ કારણ વિના જે ભગવાન તરફ તમારું વધુ આકર્ષણ હોય એ તમારા ઇષ્ટ દેવ. ગ્રહો ક્યારેય ઈશ્વરનું નિર્ધારણ નથી કરતા. ગ્રહોની સમસ્યા દુર કરવા માટે વિશેષ દેવી દેવતાઓની ઉપાસના કરી શકાય છે.

ક્યાં ગ્રહની સમસ્યા દુર કરવા માટે ક્યાં દેવી-દેવતાની ઉપાસના કરવી?

-સૂર્ય માટે સૂર્યની ઉપાસના કરવી અથવા ગાયત્રી મંત્રનો જાપ કરવો.

-ચંદ્ર માટે ભગવાન શિવની ઉપાસના કરવી ઉત્તમ માનવામાં આવે છે.

-મંગલ માટે કુમાર કાર્તિકેય અથવા હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ.

-બુધ માટે માં દુર્ગાની ઉપાસના કરવી જોઈએ.

-બૃહસ્પતિ માટે શ્રી હરિની ઉપાસના કરવી જોઈએ.

-શુક્ર માટે માં લક્ષ્મી અથવા માં ગૌરીની ઉપાસના કરવી જોઈએ.

-શાની માટે શ્રી કૃષ્ણ અથવા ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ.

-રાહુ માટે ભૈરવ બાબાની ઉપાસના કરવી જોઈએ.

-કેતુ માટે ભગવાન ગણેશની ઉપાસના કરવી જોઈએ.

પોતાની વિશેષ સમસ્યાઓ માટે ક્યાં દેવી દેવતાઓની ઉપાસના કરવી જોઈએ?

-માનસિક સમસ્યાઓ દુર કરવા માટે શિવજીની ઉપાસના કરવી.

-શારીરિક દુખાવાની સમસ્યા દુર કરવા માટે હનુમાનજીની ઉપાસના કરવી.

-શીઘ્ર વિવાહ માટે પુરુષોએ માં દુર્ગાની અને મહિલાઓએ ભગવાન શિવની ઉપસના કરવી.

-બાધાઓનો નાશ કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ.

-ધન માટે માં લક્ષ્મીની ઉપાસના કરવી.

-મુક્તિ મોક્ષ અથવા આધ્યાત્મિક ઉપલબ્ધી માટે ભગવાન કૃષ્ણ અથવા ભગવાન શિવજીની ઉપાસના કરવી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer