દેવી દેવતાઓના અવતાર હતા મહાભારતના આ પાત્ર, શ્રાપના કારણે પૃથ્વી પર લેવો પડ્યો હતો જન્મ 

મહાભારત વિશ્વ સૌથી મોટો ગ્રંથ છે. એમાં વર્ણિત બધા પાત્રો નો ઉલ્લેખ ખુબ મોટી રીતેથી કરવામાં આવ્યો છે. આજે અમે તમને મહાભારત ના અમુક એવા પાત્ર વિશે કહેવા જઈ રહ્યા છીએ જે કોઈ ના કોઈ દેવી અને દેવતા ના અવતાર હતા.

આવો જાણીએ એના વિશે.  ૧ : હનુમાનજી ની જેમ પાંડવો માં થી એક ભીમ પણ વાયુ દેવ ના અવતાર માનવામાં આવતા હતા. આ કારણે બજરંગબલી એને એમના અનુજ કહેતા હતા અને હનુમાન એ મહાભારત માં ઘણી વાર ભીમ ની સહાયતા પણ કરી છે.

૨: દ્યુ નામના વસુ એ મહામહિમ ભીષ્મ પિતામહ ના રૂપ માં પૃથ્વી પર પુનર્જન્મ લીધો હતો. ઋષિ વશિષ્ટ ના શ્રાપ ને લઈને એને મનુષ્ય બનીને પૃથ્વી પર જન્મ લેવો પડ્યો અને પુરા જીવન એમના પાપ નો પસ્તાવો કરવો પડ્યો.

૩. જેમ કે આપણે બધાને ખબર છે ભગવાન વિષ્ણુ નો અવતાર વાસુદેવ છે. ભગવાન વિષ્ણુ નો એકમાત્ર અવતાર શ્રી કૃષ્ણ જ છે જે સોળ કળા સંપૂર્ણ છે. તે બધી યુક્તિઓ માં પ્રથમ અને ધર્મ ની રક્ષા માટે

તે શત્રુઓ થી એની જેમ જ લડવામાં પારંગત ભગવાન કૃષ્ણ ને જન્મ થી જ ઈશ્વરીય સ્મૃતિ પ્રાપ્ત હતી.  ૪ : કૌરવો માં સૌથી મોટા દુર્યોધન, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારી ના પુત્ર હતા. એને કળિયુગ નો અવતાર માનવામાં આવતો હતો.

૫ : દેવી કુંતી નું સૌથી પહેલું સંતાન કર્ણ ભગવાન સૂર્ય ના અંશાવતાર હતા. આ કારણે એને સૂર્યપુત્ર કર્ણ ના નામ થી પણ ઓળખવામાં આવતા હતા. ૬ : આચાર્ય દ્રોણાચાર્ય બૃહસ્પતિ દેવ ના અવતાર હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer