શા માટે માનવામાં આવે છે દેવઉઠની એકાદશીને સૌથી ખાસ, જાણો એના વિશેની માહિતી

હિંદુ ધર્મ ગ્રંથો માં શુક્લ એકાદશને દેવ જાગરણ નો તહેવાર માનવામાં આવ્યો છે. આ દિવસે શ્રી હરી જાગી જાય છે. આ પાવન તિથિને દેવઉઠની અગિયારસ અથવા દેવ પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી ૮ નવેમ્બરના રોજ છે. ચાર મહિના થી વિરામ લાગેલા માંગલિક કાર્ય પણ આ જ દિવસે શરુ થઇ જાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ એ શંખાશુર નામના ભયંકર રાક્ષસ નું વધ કર્યો હતો અને પછી અષાઢ શુક્લ પક્ષ ની એકાદશી જેને હરીશયની એકાદશી કહે છે. ચાર મહિના ની યોગ નિદ્રા ત્યાગીને પછી ભગવાન વિષ્ણુ ના જાગવાનું તાત્પર્ય છે કે ચાર મહિનામાં સ્વાધ્યાય, પૂજા અર્ચના થી અર્જિત ઊર્જાને આપણે સત્કર્મો માં બદલી નાખે, જેથી આપણા સદગુણો નો પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે.    

પંચભીકા વ્રત

કાર્તિક પંચ તીર્થ મહાસ્નાન પણ આ જ દિવસ થી શરુ થઇ ને કાર્તિક પૂર્ણિમાં સુધી ચાલે છે. આખા મહિને કાર્તિક સ્નાન કરવા વાળા માટે એકાદશી તીર્થ થી પંચભીકા વ્રત નો પ્રારંભ થાય છે. જે પાંચ દિવસ સુધી નિર્જળા રહીને કરવામાં આવે છે. આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. પદમ પુરાણ માં વર્ણિત એકાદશી મહાત્મય અનુસારે દેવોત્થાન એકાદશી વ્રત નું ફળ એક હજાર અશ્વમેધ યજ્ઞ અને સૌ રાજસૂય યજ્ઞ ની સમાન છે. એકાદશી તિથિ નો ઉપવાસ બુદ્ધિમાન, શાંતિ પ્રદાતા અને સંતતિદાયક છે. આ દિવસે પવિત્ર નદિઓ માં સ્નાન અથવા ભગવાન વિષ્ણુ ની પૂજા નું વિષેશ મહત્વ છે. આ વ્રત ને કરવાથી જન્મ જન્માંતર ના પાપ ક્ષિણ થઇ જાય છે તથા જન્મ-મરણ ના ચક્ર થી મુક્તિ મળે છે.

દેવ ઉઠનીના દિવસની પૂજા વિધિ

આ દિવસે સંધ્યા સમયે પૂજા સ્થળ ની સાફ સફાઈ કરી લેવી, ચૂનો અથવા ગેરુથી શ્રી હરી ના જાગરણ ના સ્વાગત માં રંગોળી બનાવવી. ધી ના અગિયાર દીવા દેવતાઓ માટે કરવા. દ્રક્ષ, દાડમ, કેળા, સીગોડા, લાડુ, પતાસા, મૂળા વગેરે ઋતુ ફળ અને નવીન ધાન્ય વગેરે પૂજા સામગ્રી ની સાથે રાખવી. આ બધુ શ્રદ્ધાપૂર્વક શ્રી હરી ને અર્પણ કરવાથી તેમની કૃપા સદા બની રહે છે.

મંત્રોઉચારણ
આ દિવસે મંત્રોઉંચારણ, સ્તોત્ર પાઠ, શંખ ઘંટા ધ્વનિ અને ભજન-કીર્તન દ્વારા દેવો ને જગાડવા ના વિધાન છે. ભગવાન ને જગાડવા માટે આ મંત્રો નું ઉચ્ચારણ કરવું જોઈએ.

उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये। त्वयि सुप्ते जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्॥
उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव। गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥
शारदानि च पुष्पाणि गृहाण मम केशव।

Leave a reply:

Your email address will not be published.

Site Footer