૧૦ નવેમ્બરના રોજ છે વૈકુંઠ ચતુર્દશી, જાણો એની યોગ્ય પૂજા વિધિ

હિંદુ ધર્મમાં વૈકુંઠ ચતુર્દશી ની ખુબ જ માન્યતા છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી જાગે છે. એ પછી આવનારી વૈકુંઠ ચતુર્દશીના રોજ લોકો ભગવાન વિષ્ણુ અને શિવ ઈ પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે.

શું છે વૈકુંઠ ચતુર્દશીનું મહત્વ

શાસ્ત્રોનું માનવામાં આવે તો વૈકુંઠ ચતુર્દશીના રોજ શરીરનો ત્યાગ કરનારા વ્યક્તિ ને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ જે વ્યક્તિ આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની ઉપાસના કરે છે. એના જીવનના દરેક પાપ નષ્ટ થઇ જાય છે. પુરાણો અનુસાર વૈકુંઠ ચતુર્દશીના દિવસે જ ભગવાન શિવે ભગવાન વિષ્ણુ ને સુદર્શન ચક્ર આપ્યું હતું.

ક્યારે છે વૈકુંઠ ચતુર્દશી

વૈકુંઠ ચતુર્દશી ૨૦૧૯ તિથિ- ૧૦ નવેમ્બર ૨૦૧૯ વૈકુંઠ ચતુર્દશી ૨૦૧૯

વૈકુંઠ ચતુર્દશી નિશીતાકાલ- રાત્રે ૧૧ વાગે અને ૩૯ મિનીટ થી ૧૨ વાગ્યા ૩૨ મિનીટ સુધી (૧૧ નવેમ્બર ૨૦૧૯)

ચતુર્દશી તિથિ પ્રારંભ – સાંજે ૪ વાગે ૩૩ મિનીટ થી (૧૦ નવેમ્બર ૨૦૧૯)

ચતુર્દશી તિથિ સમાપ્ત – પછી ના દિવસે સાંજે ૬ વાગ્યા ને 2 મિનીટ સુધી (૧૧ નવેમ્બર ૨૦૧૯)

વૈકુંઠ ચતુર્દશી પૂજા વિધિ

  1. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિક ક્રિયા કરીને સ્વસ્થ અને સાફ વસ્ત્ર ધારણ કરવા.
  2. એક સાફ ચૌકી પર શ્રી વિષ્ણુ ની પ્રતિમા અથવા એના ચિત્ર ને સ્થાપિત કરવી.
  3. એ પછી શ્રી વિષ્ણુ ને કમળના ફૂલ અર્પિત કરવા.
  4. ભગવાન વિષ્ણુ ની કોઈ પણ પૂજા તુલસી વગર ફળદાયી નથી થતી તો એટલા માટે એને તુલસી નું માંજર પણ અર્પિત કરવા.
  5. એ પછી ભગવાન વિષ્ણુ ના મંત્ર અને શ્રી સૂક્ત નો પાઠ કરવો.
  6. આ દિવસે વૈકુંઠ ચતુર્દશીની કથા અવશ્ય સાંભળવી.
  7. કથા સાંભળી ને પછી ભગવાન વિષ્ણુ ની ધૂપ અને દીવા થી આરતી ઉતારવી. એને ચંદન અર્પિત કરવું.
  8. આરતી ઉતારી ને પછી ભગવાન વિષ્ણુ ને ભોગ લગાવવો.
  9. એ પછી આ પ્રસાદ દરેક લોકો ને વહેચી દેવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer