ધન દોલત હોવા છતાં ઘરમાં રહેતો હોય કલેશ કે દુઃખ તો કરો આ એક ઉપાય, ઘરમાં આવશે સુખ શાંતિ 

આજના સમયમાં ઘણા લોકો એવા હોય છે કે, જેની પાસે ધન દોલત હોય છે આમ છતાં તેના ઘરની અંદર અનેક પ્રકારના દુઃખ અને કલેશ રહેતા હોય છે. અને તે પોતાના જીવનમાં ક્યારેય સુખ શાંતિ મેળવી શકતો નથી.

પોતાની પાસે પૈસા હોવા છતાં પણ તેના પરિવાર ની અંદર વારંવાર તકરાર થયા કરતી હોય છે અને તે શાંતિમય જીવન જીવી શકતા નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારા ઘરની અંદર રહેલા કલેશ અને દુઃખને કરી શકો છો.

ઘરની આંતરિક તકરારો માટે જો ઘરમાં વારંવાર આંતરિક તકરારો થયા કરતી હોય તો રાત્રે સૂતી વખતે એક પીતળના વાસણો ની અંદર દૂધમાંથી બનેલા ઘીની અંદર કપૂર પલાળી તે કપૂરને સળગાવવાથી તમારા ઘરની અંદર થતા દરેક પ્રકારના કલેશ દૂર થઈ જાય છે અને ઘરમાં કાયમી માટે શાંતિ બની રહે છે.

વૈવાહિક જીવન માટે જો તમારા વૈવાહિક જીવનની અંદર કોઈપણ પ્રકારની અશાંતિ હોય અને તમારું વૈવાહિક જીવન યોગ્ય રીતે ચાલતું ન હોય, તો રાત્રે સૂતી વખતે કોઈપણ વસ્તુ નું સેવન ન કરવું.

અને તમારા સુવાના તકિયા નીચે કપૂરનું એક નાનો ટુકડો રાખી દેવો અને ત્યારબાદ સવારે ઊઠીને તે કપૂર ના ટુકડા ને સળગાવી દેવું. આમ કરવાથી વ્યવહારિક જીવનની અંદર રહેલી કડવાશ દૂર થઈ જાય છે, અને તમારું એક જીવન પણ બની જાય છે સુખમય.

કપૂરનું છે વિશેષ મહત્વ જ્યારે કોઈ પણ મંદિરની અંદર ભગવાનની પૂજા પૂજા કરવામાં આવે છે, ત્યારે તેની અંદર ભરપૂર માત્રામાં કપૂરને સળગાવવામાં આવે છે, અને કપૂરને સળગાવવાથી તેમાંથી નીકળતો ધુવાળો તમારી આસપાસ રહેલી બધી જ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.

આથી જો તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જાઓ ફેલાયેલી હોય તો સવાર સાંજ ઘરમાં કપૂર સળગાવવાથી તેનાથી તમારા ઘરની અંદર રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં કાયમી માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

મંગળવારના દિવસે પ્રગટાવો દિપક મંગળવારના દિવસે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે, અને જો આ દિવસે હનુમાનજીની યોગ્ય રીતે સ્તુતિ અને પૂજા પાઠ કરવામાં આવે તો તેના કારણે હનુમાનજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે.

મંગળવારના દિવસે હનુમાનજીની પ્રતિમા સામે દીપક પ્રજ્વલિત કરવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર રહેલા દરેક સંકટ દૂર થઈ જાય છે. આમ જો તમારા ઘરની અંદર પણ ઘર કંકાસ અને અશાંતિ હોય તો તમે પણ અપનાવો આ અચૂક ઉપાય કે જેથી કરીને તમારા ઘરની અંદર પણ કાયમી માટે રહે સુખ સમૃદ્ધિ અને શાંતિ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer