મોરારીબાપુ નું કોરોના માટે નું મોટું નિવેદન, સોમનાથ ની કથા મહામારી થી મુક્તિ મેળવવાની કથા છે

સોમનાથ ખાતે શરૂ થયેલી પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથામાં તેમણે ચોક્કસ પણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સોમનાથ રામકથા કોરોના મહામારીથી મુક્તિ માટેની રામકથા છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ રામમંદિર ખાતે યોજાયેલી રામકથામાં કથાકાર મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે…

આ રામકથાનું મુખ્ય કારણ આટલા લાબા સમયથી દેશ અને રાષ્ટ્ર સહિત પુરી દુનિયા આ મહામારી કોરોના ગ્રસ્ત છે. દેશ સહિત આખા વિશ્વના ધર્મજગતના અનેક મહાપુરુષો સ્વર્ગ વાસ થઈ ગયા છે એ સિવાય આધ્યાત્મક જગત સાહિત્ય સહિતના લોકો અને જજ જનતાના અનેક લોકો પણ સ્વર્ગ વાસ થઈ ગયા છે.

તેનું આ કથાના માધ્યમથી તર્પણ છે અને વર્તમાનમાં દેશ અને દુનિયામાં આ કોરોના બિમારી જે લોકો ભોગવી રહ્યા છે તેની સાથે મારો આ રીતે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ છે. ભવિષ્યમાં આ રામકથાના માધ્યમથી જગતમાં જેમ બને તેમ ઝડપથી આ કોરોના મહામારીમાંથી રાષ્ટ્ર અને પુરી દુનિયા મુક્ત થાય તેવી ભગવાનને ચોક્કસ પ્રાર્થના છે.

પરંતુ મહત્વની વાત એવી છે કે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સાંનિધ્યમાં કથાકાર શ્રી મોરારીબાપુની રામકથા યોજાશે ત્યારે કોરોનાની ગાઇડલાઇનના કારણે રામકથામાં શ્રોતાઓ ચોક્કસ પણે નહીં હોય.

સોમનાથ મંદિરના 11માં પ્રાણ પ્રતિષ્ઠા દિનનો સમન્વયે વર્ષો બાદ સોમનાથમાં શ્રી મોરારીબાપુની રામકથાનો પ્રસંગ આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે સોમનાથ મંદિરના સાન્નિધ્યમાં શ્રી મોરારી બાપુની 859મી કથાનો પ્રારંભ થશે અને કથાની પૂર્ણાહુતિ 16 મેના રોજ ચોક્કસ સમયે કરવામાં આવશે.

કોરોનાની ગાઈડ લાઇનનું પૂર્ણ રૂપે પાલન કરવામાં આવશે અને જેને અનુરૂપે કથામાં શ્રોતાગણ ચોક્કસ પણે ઉપસ્થિત નહીં રહી શકે. અત્રે નોંધનીય છેકે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના રોજ હાલના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા ચોક્કસ પણે કરી હતી. જે આ કથા દરમ્યાન પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પણ ઉજવાશે.

તો એ વાત ઉપર બોલો “ જય સોમનાથ”…

Leave a reply:

Your email address will not be published.

Site Footer