દિવાળીના પહેલા આસો વદ તેરસના દિવસે ધન તેરસનો તહેવાર ઉજવાય છે

દિવાળી આવવામાં ગણતરીના દિવસો બાકી છે અને દિવાળીના 2 દિવસ પહેલા આસો વદ તેરસના દિવસે ધામધૂમથી ધન તેરસનો તહેવાર ઉજવાય છે. હિંદુ માન્યતા અનુસાર, આ દિવસે નવી વસ્તુ અને ખાસ કરીને ઘરેણા ખરીદવાનું વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર, આવુ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ધનતેરસે ખરીદી કરવા સાથે દાનનું પણ મહત્વ છે. ધન તેરસના દિવસે કરવામાં આવેલું દાન તમને અનેક ગણું વધારે થઇ પાછું મળે છે અને તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો નથી કરવો પડતો. આ પાંચ ચીજોનું દાન ધનતેરસે શુભ માનવામાં આવે છે.

૧. ધનતેરસના દિવસે તમે કોઇ ગરીબ વ્યકિતને પીળા વસ્ત્ર દાન કરી શકો છો. આ દિવસે વસ્ત્રદાનને મહાદાન કરવામાં આવે છે. આમ કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે.

૨. ધનતેરસના શુભ પ્રસંગે તમારે કમસેકમ એક ગરીબને ઘરે બોલાવી આદર અને સન્માન આપી ભોજન કરાવવું જોઇએ. ભોજનમાં ખીર અને પૂરીને ખાસ શામેલ કરવી જોઈએ. ભોજન કરાવ્યા બાદ દક્ષિણા ચોક્કસથી આપવી.

૩.  ધનતેરસે તમારે કોઇ જરૂરિયાતમંદ વ્યકિતને નારિયેળ અને મીઠાઇનું દાન કરવુ જોઇએ. આમ કરવાથી તમારા ભંડાર આખું વર્ષ ભરેલા રહેશે. તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો નહી કરવો પડે.

૪. તમે આ દિવસે સોનુ-ચાંદી ખરીદો તો બીજી બાજુ લોખંડની ચીજનું દાન પણ કરો. લોખંડ દાન કરવાથી દુર્ભાગ્યનો નાશ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. લક્ષ્‍મીજી તમારા પર પ્રસન્ન થાય છે.

૫. ધનતેરસે ઘણા ઘરમાં નવુ ઝાડુ ખરીદવાનો રિવાજ છે. જો તમારા ઓળખીતાએ કોઇ એવુ હોય કે આર્થિક તંગી ઝઝૂમી રહ્યુ હતુ તો તમે ઝાડુ ખરીદીને આપી શકો છો. આમ કરવાથી લક્ષ્‍મીજી તમારા પર પ્રસન્ન થશે અને તમારા મનની સારી ભાવના જોઇને તમારા અંગતને પણ સંપન્ન બનાવી દેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer