જાણો પુષ્ય નક્ષત્રમાં ક્યા દિવસે કોની ખરીદી કરવી?

21 ઓક્ટોબર સોમવારે પુષ્ય નક્ષત્ર છે જેને ખુબજ લાભકારી માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ છે, જેના કારણે સોનું ચાંદી, વાહન, ઘર, દુકાન ખરીદવાને શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે પુષ્ય નક્ષત્ર બે દિવસ સુધી રહેશે. 21 સોમવાર અને 22 મંગળવારે પુષ્યનક્ષત્ર રહેશે. નક્ષત્રનો પ્રારંભ 21 ઓક્ટોબર સાંજે 5 કલાક 33 મિનિટથી શરૂ થશે અને 22 ઓક્ટોબર મંગળવાર સાંજે 4 કલાક 40 મિનિટ સુધી રહેશે. આ બે દિવસમાં શુભ યોગનો સંયોગ બની રહેશે, આથી દિવાળી પહેલા ખરીદારી માટે ઉત્તમ દિવસ છે.

હિન્દુ પંચાંગ અનુસાર
હિન્દુ પંચાંગ અનુસાર 21 ઓક્ટોબરે બપોરે 01 કલાક 39 મિનિટથી 22 ઓક્ટોબર બપોરે 3 કલાક 38 મિનિટ સુધી પુષ્ય નક્ષત્ર રહેશે. આ વખતે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર હોવાથી આનું મહત્વ વધારે છે. બંને દિવસ ખુબજ શુભ રહેશે. આ દિવસે તમે મકાન, ગાડી, દુકાન, કપડા, જમીન ખરીદી શકશો. આ દરમિયાન ખરીદી કરવાથી બરકત મળશે.

21 ઓક્ટોબર સોમ પુષ્ય નક્ષત્ર
21 ઓક્ટોબર સોમ પુષ્ય નક્ષત્ર અને સિદ્ધિ યોગ પણ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમ પુષ્ય નક્ષત્ર પર સોનું, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ ખરીદવાથી શુભ થાય છે. આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

22 ઓક્ટોબર મંગળ પુષ્ય નક્ષત્ર
22 ઓક્ટોબર મંગળ પુષ્ય નક્ષત્ર છે. આ દિવસે 10 કલાક 55 મિનિટે સાધ્ય યોગ અને ત્યારબાદ શુભ યોગનો પ્રારંભ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળના દિવસે પુષ્ય યોગમાં ભૂમિ, મકાન વાહન ખરીદવાને શુભ માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer