જાણો કુબેર દેવ અસલમાં કોણ હતા અને કોની કૃપાથી કહેવાયા ધનના દેવતા કુબેર

માતા લક્ષ્મીની પૂજા ધનની દેવીના રૂપમાં કરવામાં આવે છે તો ધનના દેવતા ના રૂપમાં પૂજાય છે કુબેર દેવતા. કુબેર ધનના દેવતા કહેવાય છે. પરંતુ તેને કુબેર બનવાની કથા લગભગ દરેક લોકો નહિ જાણતા હોય.

ચાલો જાણીએ કુબેર દેવ અસલ માં કોણ હતા અને કોની કૃપા દ્રષ્ટિથી એ ધન દેવતા કહેવાયા. પૂર્વ જન્મ માં ગરીબ બ્રાહ્મણ હતા કુબેર દેવતા: પૌરાણિક કથા અનુસાર એ એક ગુણનીધી નામના બ્રાહ્મણ હતા,

પિતા સાથે ધર્મનું જ્ઞાન લઈને પણ એ એક જુગારી બની ગયા હતા. તેમના પિતાને જયારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે પોતાના પુત્રને ઘરેથી કાઢી મુક્યો. બેઘર થયા પછી ગુણનીધી ની હાલત ખુબજ દયનીય થઇ ગઈ તેઓ ભિક્ષા માંગીને પોતાનું જીવન પસાર કરવા લાગ્યા.

એક વાર તેઓ જંગલ માં પહોચી ગયા. એ જ રસ્તા પરથી કેટલીક ભોજન સામગ્રી લઈને એક બ્રાહ્મણ સમૂહ ત્યાંથી પસાર થયો. ભૂખ પ્યાસ થી વ્યાકુળ ગુણનીધી ભોજનની લાલચમાં તેની પાછળ પાછળ જવા લાગ્યો.

થોડા સમય પછી એ બ્રાહ્મણ સમૂહ એક શિવાલય માં રોકાયા અને ભગવાન અને ભગવાન શિવને ભોગ લગાવી ભજન કીર્તન કરવા લાગ્યા. રાત્રે જયારે એ લોકો સુઈ ગયા ત્યારે ગુણનીધીએ ભગવાન શિવને અર્પિત ભોગ ચોરી લીધો.

પરંતુ તેમાંથી એક બ્રાહ્મણે તેને ચોરી કરતા જોઈ લીધો. એ ચોર ચોર એમ જોરથી બોલવા લાગ્યો. દરેક લોકો ગુણનીધીની પાછળ પડ્યા. ગુણનીધી ત્યાંથી ભાગી ગયો પરંતુ નગર રક્ષકે તેને મારી નાખ્યો.

મહાશિવરાત્રી થી હતા અજાણ તો પણ સફળ થયું વ્રત: આ દિવસે કોઈ મહાશિવરાત્રી નો દિવસ હતો, આ દિવસ થી અજાણ ગુણનીધીથી ભગવાન શિવજીનું વ્રત થઇ ગયું. અને એ ભૂખ્યો જ શિવલીલા થી મારી ગયો.

પરંતુ શિવજીનું વ્રત ખાલી ના જાય, ગુણનીધીએ નવો જન્મ લીધો. ગુણનીધી બન્યો કલિંગ રાજા : નવા જન્મમાં એ કલીન્ગના રાજા બન્યા અને મહાન શિવ ભક્ત કહેવાયા.

પોતાની અતુટ શિવ ભક્તિ થી તેને ભગવાન શિવજી એ યક્ષો ના સ્વામી તથા દેવતાઓના કોષાધ્યક્ષ બનાવી દીધા. આ રીતે એ ગરીબ બ્રાહ્મણ ને ભોળાનાથે ધનના દેવતા નિયુક્ત કરી દીધા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer