મહાદેવના આ મંદિરમાં શિવલિંગના દર્શન કરવા માત્ર થી મળે છે પાપ મુક્તિનું સર્ટિફિકેટ

એવું જણાવામાં આવ્યું છે કે તીર્થ યાત્રા કરવાથી ચાર ધામની યાત્રા થી ગંગા ના પાવન જળ માં સ્નાન થી આપણને પાપ મુક્તિ થાય છે. પરંતુ આજે અમે જણાવીશું એક એવા મહાદેવના મંદિર વિશે

જ્યાં બનેલા સરોવરમાં સ્નાન કરી શિવલીંગના દર્શન કરવા માત્ર થી અને ૧૧ રૂપિયા ભેટમાં આપવાથી પાપ મુક્તિનું સર્ટીફીકેટ મળે છે. ક્યાં આવેલું છે પાપ મુક્તિનું સર્ટીફીકેટ આપતું મંદિર :

આ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢ જીલ્લામાં સ્થિત છે. માન્યતા છે કે આ ગોત્મેશ્વર મંદિર ના પાસે બનેલ પવિત્ર સરોવરમાં સ્નાન કરવાથી આ જન્મ ની સાથે આગલા ઘણા જન્મોના પાપ દુર થઇ જાય છે.

તેને આદિવાસીઓ નું હરિદ્વાર પણ કહેવામાં આવે છે . ગૌતમ ઋષિ પણ આ સરોવર સાથે ધરાવે છે સબંધ : એક લોકપ્રિય કિવદંતી ના અનુસાર એક વાર ગૌતમ ઋષિ થી અજાણતા એક જીવની હત્યા થઇ ગઈ હતી.

આ પાપ થી મુક્ત થવા માટે તેમણે ઘોર તપસ્યા કરી હતી. અને ફરીથી આ સરોવરમાં સ્નાન કર્યું ત્યારે જઈને એ પાપો થી મુક્ત થઈ શક્યા હતા. ત્યારથી જ પાપ મુક્તિ માટે આ સરોવર માં નહાવાની પરંપરા બની ગઈ છે.

અહી પર સ્થિત શિવલિંગ પણ ગૌતમ બુદ્ધ ઋષિ ના નામથી ગોત્મેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ છે. આજે પણ અહી લોકો પોતાના થી થયેલ જાણતા અજાણતા થયેલ દરેક પાપો નું પ્રાયશ્ચિત કરવા

અને પાપ ધોવા માટે અહી આવે છે. અને આ સરોવર માં સ્નાન કરી શિવલીંગની પૂજા આરાધના કરે છે અને ભગવાન પાસે ક્ષમા માંગે છે અને પોતાને પાપ મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer