ખુબ મહેનત કરવા છતાં પણ જો પૈસા ન ટકતા હોય તો અજમાવો આ ઉપાય, બની જશો ધનવાન 

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી જલ્દી ધનવાન બની જવાય. આ માટે કેટલાક લોકો ખોટા રસ્તા અપનાવવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે કે ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક જૂના ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત બની શકો છો.

કાળી હળદર, અક્ષત (ચોખા) અને ચાંદીના એક ટુકડાને લઈને આ ત્રણેયને એક નવા કપડાઅમાં બાંધીને તેની ધૂપ-દીપથી પૂજા કરો. આને તમારી તિજોરીમાં કે ધન મુકવાના સ્થાન પર મુકી દો. તંત્ર શાસ્ત્રમાં કાળી હળદરને ચમત્કારી માનવામાં આવે છે. આનો લાભ તમને મળી શકે છે.

આજકાલના સમયમાં પૈસાની સમસ્યા સૌથી મોટી છે, દરેક વ્યક્તિ પૈસા કમાવવા પાછળ દોડે છે, પરંતુ લાખો પ્રયાસ કર્યા પછી પણ મનુષ્ય ને ધનની પ્રાપ્તિ થતી નથી, જો તમે પણ ધનવાન બનવા માગો છો. તો એના માટે તમે મહિનાના આ ખાસ ૩ દિવસ દરમિયાન ચમત્કારિક ઉપાય અપનાવી શકો છો.

જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય પણ ધન સંબંધિત કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, તો મહિના ની અમાવસ્યા ના દિવસે પીપળા ના ઝાડની નીચે લોટ ના સાત દીવા સરસવ ના તેલ ના પ્રગટાવવા અને પીપળા ની સાત પ્રદક્ષિણા કરવી.

જો તમે તમારા ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા માંગતા હોય તો આ માટે તમે મહિનાના અમાવસ્યા તિથિ ના દિવસે ગાયના ગોબરનો દીવો બનાવી લો અને તેમાં થોડો જૂનો ગોળ અને તલનું તેલ નાખી દેવું. અને તેને તમે સળગાવી ને તમારા ઘર માં મુખ્ય દરવાજાની મધ્યમાં રાખી શકો છો.

મહિનાના આ ૩ દિવસો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, એમાં જો તમે કેટલાક સરળ ઉપાય કરો છો. તો તેનાથી તમે તમારી બધી અધુરી ઇચ્છાઓ પૂરી કરી શકો છો અને તમારા જીવનમાં ધન પ્રાપ્તિ નો માર્ગ પ્રાપ્ત થશે, આ ઉપાય કરવાથી તમને ચારે બાજુ થી ધન લાભ થશે.

જો તમે ધન લાભ મેળવવા માંગતા હોય તો એના માટે મહિનાની પૂર્ણિમાની તિથિ, અમાવસ્યાની તિથિ અને શુક્લ પક્ષની તિથિ ના બીજા શુક્રવાર ના દિવસે તમે કેટલાક સરળ ઉપાય અપનાવી શકો છો, આ ઉપાય કરવાથી ધન ની દેવી માતા લક્ષ્મી પ્રશન્ન થશે અને તમે જલ્દી સમૃદ્ધ થઈ શકો છો.

મહિનાના બીજા શુક્રવાર ના દિવસે શ્રી મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરવી અને ગાય ના ધી નો દીવો પ્રગટાવવો અને કમળગટની માળા વડે મંત્ર  “ऊँ महालक्ष्म्यै’ नमः” ના ૧૧ માળા જાપ કરવો. તેનાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે. જો તમારે ધન મેળવવામાં કોઈ પણ પ્રકારની અડચણ નો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે શુક્લ પક્ષના બીજા શુક્રવારે કાળા તલ પરિવારના બધા સભ્યોના માથા પર થી સાત વાર ઉતારીને ઘરની બહાર પશ્ચિમ દિશા તરફ ફેંકી દો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer