દિશા પટની એ પ્લાસ્ટિક સર્જરી કરાવી, ચહેરો અલગ લાગતા લોકો એ કરી અવનવી કમેન્ટ્સ, જોઈ લો ફોટો….

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાનીનો વીડિયો ઘણો ધૂમ મચાવી રહ્યો છે. એક્ટ્રેસને જેણે પણ જોયો તેણે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું, કારણ કે ફેન્સે તેના ચહેરા પર કંઈક અજુગતું જોયું .

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ 26 નવેમ્બરે રિલીઝ થઈ છે. રિલીઝ પહેલા બોલિવૂડની અનેક હસ્તીઓએ ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સલમાનની ‘રાધે’ કો-સ્ટાર દિશા પટણી પણ પહોંચી હતી. ઈવેન્ટના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ લોકો તેમના લુક પર કોમેન્ટ કરી રહ્યા છે.

કેટલાક લોકોને લાગે છે કે દિશાએ સર્જરી કરાવી છે. દિશા પટણી ‘અંતિમ ‘ના પ્રીમિયરમાં યલો ટોપ અને આઈસ બ્લુ જીન્સ પહેરીને પહોંચી હતી. તેણે ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા.

પરંતુ તેનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને તેના નાકને લઈને ટ્રોલ કરવા લાગ્યા. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે અભિનેત્રીએ તેના નાકને થોડું જાડું બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

દિશા પટણી જ્હોન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર સાથે એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે.તે સિદ્ધાર્થની તાજેતરમાં જાહેર થયેલી ફિલ્મ ‘યોધા’માં પણ અભિનય કરશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer