વાઘબારસ અને ધનતેરસ એક જ દિવસે ઉજવાશે, જાણો આ વર્ષે કયારે ઉજવાશે કયો તહેવાર

આ વર્ષે આસો વદ તેરસનો રપ ઓક્ટોબરના રોજ સાંજના પ.૦૯ કલાકથી પ્રારંભ થાય છે, જે શનિવાર, ર૬ ઓક્ટોબરના રોજ બપોરે ૩.૪૮ કલાક સુધી હોવાથી નવાં કાર્યો ન કરવાં, લક્ષ્‍મીપૂજા કે ચોપડાપૂજન કરવું નહીં, તેરસનો ક્ષય હોવાથી ધન તેરસના પ્રદોષકાળમાં મહાલક્ષ્‍મીની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેથી રપ ઓક્ટોબરના રોજ શુક્રવારે અભિ‌જિત મુહૂર્તમાં શાસ્ત્રોમાં પૂજન સંમતિ ગણાય છે.

ક્ષય તિથિ હોવાથી ચોપડા પૂજન કરી શકાશે નહીં : કારતકી વિક્રમ સંવત ર૦૭૬નો પ્રારંભ સોમવાર-અમાવાસ્યાએ સૂર્યોદય પછી થાય છે અને પડવો ક્ષય તિથિ હોવાથી નવા વર્ષનાં લક્ષ્‍મીપૂજા કે ચોપડાપૂજન કરાશે નહીં. આ ઉપરાંત તેરસનો પણ ક્ષય હોવાથી વાઘ બારસે જ ધન તેરસની પૂજા કરાશે, જ્યારે ચૌદસ બે દિવસ હોવાથી કાળી ચૌદસ અને શિવરાત્રિ ર૬મીએ મનાવાશે, જ્યારે નરક ચતુર્દશી, અભ્યંગસ્નાન, લક્ષ્‍મીપૂજા તથા ચોપડાપૂજન ર૭મીએ કરાશે.બારસથી ભાગી તિથિનો પ્રારંભ થતાં બીજ સુધી તમામ તિથિ બે દિવસમાં વહેંચાઈ

કારતકી વિક્રમ સંવત ર૦૭૬નો પ્રારંભ ર૮મીએ સૂર્યોદય પછી થાય છે અને પડવો બીજા દિવસે સૂર્યોદય પહેલાં પૂર્ણ થતો હોવાથી નવા વર્ષનો પ્રારંભ ક્ષય તિથિ સાથે થશે. આ વર્ષે બારસથી ભાગી તિથિનો પ્રારંભ થતાં બીજ સુધી તમામ તિથિ બે દિવસમાં વહેંચાઈ છે. આમ, પંચાંગ પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ ક્ષય તિથિ સાથે થાય છે. ઉદિત તિથિ પ્રમાણે મહિનાનો પ્રારંભ મંગળવારે અને અમાવાસ્યાએ મંગળવારે સમાપન થશે.

આ રીતે ઉજવાશે દિવાળીના તહેવાર

– ર૬મીએ બપોરના ૩.૪૮ કલાકે તેરસ પૂર્ણ થતી હોવાથી કાળી ચૌદસ અને શિવરા‌ત્રિની પૂજા ર૬મીએ શનિવારે રાતે કરવાની રહેશે.

– ર૭મીએ નરક ચતુર્દશી, અભ્યંગસ્નાન, ચોપડાપૂજન અને લક્ષ્‍મીપૂજા કરાશે.

– ર૭મીએ બપોરે ૧ર.રપ કલાકે અમાવાસ્યાનો પ્રારંભ થતાં દીવાળીની રા‌ત્રીપૂજા કરાશે.

– ર૮મીને સોમવારે સવારે ૯.૧૦ કલાકે અમાવાસ્યા પૂર્ણ થઈ નવા વર્ષનો પ્રારંભ થશે.

– ર૯મી ને મંગળવારે સવારે કારતક મહિનાનો પ્રારંભ થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer