જાણો અહી રામ કુંડની પૌરાણિક કથા, જ્યાં સ્નાન કરવાથી દુર થાય છે તમામ બીમારી

પૌરાણિક કથાઓ માં ભગવાન શ્રી રામ ના ચમત્કારો નું વર્ણન ઘણી બધી જગ્યાએ કરવામાં આવ્યું છે. આ ચમત્કારો માંથી એક ચમત્કાર આ છે. ભગવાન રામ ના હાથે થી આ તળાવ નું નિર્માણ થયું છે એવું માનવામાં આવે છે, શું તમે જાણો છો આ તળાવ વિશે? એક માન્યતા અનુસાર આ તળાવ માં સ્નાન કરવાથી બધીજ પ્રકારના ચામડી ના રોગ દુર થઇ જાય છે. તો જુવો કેવી રીતે બન્યા આ તળાવ અને તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથા.

રામકુંડ નામનું આ તળાવ ઇન્દોર- અમદાવાદ રોડ પર ગોધરા થી 15 કિમી દુર ટુઆ નામનું ગામ છે.એવું માનવામાં આવે છે કે આ સ્થાન એ રામાયણ અને મહાભારત બંને નો સાક્ષી છે. આ જગ્યાએ છ પેઢી થી ભગવાન ની સેવા કરતા સંત હેમંત ગીરી ના કહેવા મુજબ એવ વાર શ્રાપ ના કારણે સબંગ ઋષિ ને કોઢ થયો હતો. ભગવાન રામ ને તેમને આ શ્રાપ માંથી મુક્તિ મેળવવા ધરતી ઉપર બાણ છોડવું પડ્યું હતું અને એ બાણ ના કારણે અહી ઘણાબધા કુંડ બની ગયા. આ કુંડો પૈકી અમુક કુંડ ની અંદર ગરમ પાણી અને અમુક કુંડ ની અંદર ઠંડુ પાણી છે.

-એવું માનવામાં આવે છે આ ૧૦૮ કુંડ ની અંદર 5 અઠવાડિયા સુધી સ્નાન કરવા થી બધા ચામડી ના રોગ દુર થાય છે. આ જગ્યા એ આવ્યા પછી ઠીક થનાર શ્રધાળું એક કુંડ બનાવવો પડે છે.

-એક અનુમાન અનુસાર આ જગ્યા એ રોજના ૩૦૦ થી 500 શ્રધાળું કુંડ માં સ્નાન કરવા આવે છે. અને શ્રાવણ મહિનાની અંદર ખુબજ ભીડ હોય છે.

-આ કુંડ વૈજ્ઞાનિકો માટે પણ એક પડકાર છે. અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ આ કુંડ વિશે કોઈપણ પ્રકારની જાણકારી મેળવી શક્યું નથી કે કેવી રીતે એક ફૂટ ની અંદર એક જગ્યાએ ગરમ પાણીછે તો બીજી જગ્યાએ ઠંડુ પાણી છે.

-એક એવી માન્યતા પણ છે કે દ્વાપર યુગ ની અંદર પાંડવો એ પણ અહી સ્નાન કર્યું હતું. અને થોડે દુર એક મંદિર છે ત્યાં ભીમ ના ચરણકમળ ની પૂજા કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer