દિવસ પ્રમાણે વિશેષ રંગના કપડા પહેરવાથી થતા લાભ જાણીને તમને પણ નવાઈ લાગશે, ચોક્કસથી જાણો 

વાસ્તુસસ્ત્રમાં જેવી રીતે દિશાનું મહત્વ છે બરાબર તેવી જ રીતે રંગોનું પણ પોતાનું મહત્વ હોય છે. એવામાં જો તે જ દિવસે કોઈ ખાસ રંગના કપડા પહેરવામાં આવે તો ભાગ્યમાં સારો બદલાવ આવે છે. વિશેષ દિવસના હિસાબે વિશેષ રંગના કપડા પહેરવાથી સુખ-સમૃધી મળે છે.

અને બધા કામમાં સફળતા મળે છે. તો આવો જાણીએ ક્યાં દિવસે કેવા રંગ ના કપડા પહેરવાથી લાભ મળે છે…સોમવાર : સોમવારનો દિવસ ભગવાન શિવનો દિવસ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે સફેદ કા તો ચાંદી જેવા રંગના કપડા પહેરવાથી પરેશાનીઓ દુર થાય છે.

મંગળવાર : મંગળવારનો દિવસ બજરંગબલી નો દિવસ માનવામાં આવે છે.  આ દિવસે તેને ખુશ કરવા માટે ભાગવા રંગના કપડા પહેવા જોઈએ આ રંગના કપડા પહેરવાથી બધા ક્ષેત્રમાં સફળતા મળે છે. બુધવાર : બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત હોય છે.

ભગવાન ગણેશને દુર્વા એટલે કે લીલા રંગની ઘાસ ખુબ જ પસંદ હોય છે. એટલે બુધવારે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. ગુરુવાર : ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતી દેવનો દિવસ માનવામાં આવે છે. બૃહસ્પતી પીળા રંગનો ગ્રહ માનવામાં આવે છે.

એટલે કહેવાય છે કે આ દિવસે પીળા રંગના કપડા પહેરવા ખુબજ શુભ હોય છે. શુક્રવાર : શુક્રવાર નો દિવસ માતા નો હોય છે. દેવીને લાલ રંગ ચઢે છે આ દિવસે લાલ રંગ ના કપડા પહેરવા જોઈએ એવું કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. શનિવાર : શનિવાર નો દિવસ શની ભગવાન નો દિવસ હોય છે.

આ દિવસ પર કાળા રંગના કપડા પહેરવા શુભ હોય છે. તેનાથી બધાજ ક્ષેત્રમાં સફળતા મળે છે. રવિવાર : રવિવારનો દિવસ સૂર્ય દેવતાનો માનવામાં આવે છે. આ દિવસે કોઈ સોનેરી રંગના અથવા કોઈ ખીલેલા રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી દિવસ સારો જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer