રામાયણની આ વાત જો દરેક પતિ પત્ની સમજી લે તો તેમની વચ્ચે ક્યારેય નહિ આવે કોઈ તકરાર કે ફરિયાદ, જીવન બનશે સુખમય 

અમુક કપલને જોઈને જ લાગે કે આ તો બંને એકબીજા માટે જ બનેલા હશે. બિલકુલ રામ અને સીતા જેવી જોડી લાગે. શું તમે જાણો છો તેમના જીવનના સિક્રેટ વિશે. હા આજે અમે લાવ્યા છીએ એવી માહિતી જે જાણી અને સમજી લેવાથી પતિ અને પત્ની વચ્ચે બનશે એક અનોખો સંબંધ. નહિ રહે કોઈ ફરિયાદ કે નહિ રહે કોઈ તકરાર. આ સાત વાતો એ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ માનવામાં આવે છે. આવો જાણીએ શું છે એ સાત મુદ્દા જે દરેક કપલે ધ્યાનમાં રાખવા જોઈએ.

સંયમ, જીવનમાં સંયમ રાખવો એ બહુ જરૂરી બની જાય છે. વ્યક્તિએ અને ખાસ તો પરણિત વ્યક્તિએ પોતાની ઉત્તેજના, કામ વાસના, ગુસ્સો, અભિમાન અને બીજા પર મોહીજવાના ભાવ પર સંયમ રાખવો જોઈએ. પ્રભુ શ્રીરામ મર્યાદા પુરષોત્તમ છે એ તો આપણે જાણીએ જ છીએ. તેમના આ ગુણના કારણે જ માતા સીતા અને પ્રભુ શ્રી રામનું દાંપત્યજીવન સારી રીતે અને પ્રેમથી પસાર કરી શક્યા.

સંતોષ, પ્રભુ શ્રી રામ અને સીતા માતા ને એકબીજાથી બહુ સંતોષ હતો. જે પણ કપલ પોતાના જીવનમાં ખુશ રહેવા માંગે છે અને એકબીજાને ભરપુર પ્રેમ આપવા માંગે છે તેમણે પોતના જીવનમાં જેટલું પણ જે પણ મળ્યું હોય એટલામાં સંતોષ રાખવો જોઈએ. વધુ મેળવવાની લાલચમાં ક્યાંક તમારા પોતાના લોકો તમારાથી દૂર ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. એટલા માટે જીવનમાં સંતોષ બહુ જરૂરી છે.

બાળકો, પતિ પત્નીના જીવનમાં બાળકો એ બહુ મહત્વના સ્થાન પર હોય છે. જ્યારે પણ કોઈ પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ બને ત્યારે તે બંને કોઈપણ નિર્ણય કરતા પહેલાં પોતાના બાળકોનો વિચાર કરે છે. આપણા સમાજમાં ઘણા બધા છૂટાછેડા બાળકોને લીધે જ બચી જાય છે. બાળક જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે પતિ પત્ની એકબીજાની હિંમત બનીને એ સમસ્યાનું સમાધાન કરી શકે છે.

લાગણી, એક યુગલ એ જ્યારે લગ્નગ્રંથીથી જોડાય છે ત્યારે તેઓ એકબીજા સાથે લાગણીના એક અદ્રશ્ય તાર વડે પણ જોડાય છે. જ્યાં સુધી તમે એકબીજાને અને એકબીજાની વાતોને શાંતિથી સમજી નહિ શકો ત્યાં સુધી તમે એકબીજા સાથે શાંતિથી અને એકબીજાના થઈને નહિ રહી શકો. પતિ પત્ની બન્યા પછી એકબીજા સુખ અને દુઃખમાં પણ સાથે રહો.

નિર્ણય, કોઈપણ સમસ્યા હોય કે મુશ્કેલી હોય એકબીજાની પરીસ્થિતિ સમજો. કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં બંને એકબીજાના નિર્ણયનું માન રાખો, દરેક નિર્ણયમાં એકબીજાની સ્થિતિને ધ્યાનમાં રાખો અને તેની અસર તમારી પર અને તમારા પરિવાર પર શું થશે એ પણ ધ્યાનમાં રાખો.

સહકાર, લગ્નજીવનને સફળ બનાવવા માટે પતિ અને પત્નીએ એકબીજાને શારીરિક, આર્થિક અને માનસિક સહકાર આપવો જરૂરી છે. જ્યારે પતિને કોઈ તકલીફ થાય તો તેની સાથે પોઝીટીવ વાતો કરો અને તેને મનથી મજબૂત બનાવો. જ્યારે વ્યક્તિએ મનથી તૂટી જાય ત્યારે તે હારી જાય છે. જ્યારે વ્યક્તિને આર્થિક તકલીફ આવે તો પતિ અને પત્ની એકબીજા સહકારથી જ ફરથી નવી શરૂઆત કરી શકે છે.

બલિદાન અને સમર્પણ, પતિ પત્ની એ એકબીજાની સમજ અને સહકારથી પોતાના જીવનને આગળ વધારી શકે છે. તમારે દરેક બાબતે એકબીજાની ભૂલોને સમય આવતા ભૂલી જવી જોઈએ. ક્યારેય એકની એક વાતને પકડી રાખીને બેસવું જોઈએ નહિ. જ્યાં સુધી તમે જતું નહિ કરો ત્યાં સુધી તમે તમારા લગ્નજીવન સારી રીતે આગળ વધારી નહિ શકો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer