બોલિવૂડની જાણીતી અને ખુબ સુંદર અભિનેત્રીઓ માની એક દિયા મિર્ઝા ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે વિવિધ મુદ્દાઓ પર પોતાની વાત રાખવા માટે પણ જાણીતી છે. તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી ઘણીવાર તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરનારી દીયાએ આ વખતે કંઈક એવું કર્યું છે જેને લીધે તે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ માં આવી ગઈ છે.
દિયા મિર્ઝાએ હાલમાં જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પ્રદૂષણ ના ખાનગી ભાગને લગતા સમાચારો પર પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ આ અંગે મજેદાર પ્રતિસાદ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે માણસના અંગત ભાગ પર પ્રદૂષણની ખરાબ અસર પડી રહી છે. દિયા મિર્ઝા આ સમાચાર પર બોલતા પોતાને રોકી ન શકી અને તેણે આ રિપોર્ટ પર એક ટ્વીટ કર્યું જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેત્રીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, “આ માહિતી પછી લોકો સંભવત પર્યાવરણીય સંરક્ષણ અને વાયુ પ્રદૂષણ વિશે જાગૃત હશે.” લોકો હવે રીપોર્ટની સાથે-સાથે દીયાના ટ્વીટ પર પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Human penises are shrinking because of pollution, warns scientist https://t.co/EnWN7uH9gG
— Sky News (@SkyNews) March 24, 2021
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 39 વર્ષીય દિયા મિર્ઝાએ છેલ્લા મહિનામાં તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. વૈભવના આ બીજા લગ્ન છે. એવું કહેવામાં આવે છે કે ગયા વર્ષે લોક ડાઉન દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને ઘણા મહિનાઓ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, ફેબ્રુઆરી 2021 માં તેમના લગ્ન થયા હતા.
દીયા અને વૈભવનાં લગ્ન ખૂબ ગુપ્ત રીતે થયાં હતાં. લગ્ન પછી દીયા અને વૈભવ મીડિયાથી રૂબરૂ થયા હતા અને દીયાએ મીડિયા કર્મીઓને તેના લગ્નની મીઠાઇ પણ ખવડાવી હતી. સોશિયલ મીડિયા પર કપલના લગ્નના ફોટાઓ પણ વાયરલ થઇ રહ્યા હતા.
હનીમુન એન્જોય કરી રહ્યું છે કપલ :- જણાવી દઈએ કે, 15 અને 16 ફેબ્રુઆરીએ વૈભવ અને દીયાનાં લગ્ન થયાં હતાં. આની સાથે જ બંને હનીમૂન માણવા માટે વિદેશ પણ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સમયે આ દંપતી માલદીવમાં છે.
માલદીવથી દીયાએ તેના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યા છે. તસવીરોમાં દિયા મિર્ઝાની બોલ્ડ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તે તસવીરોમાં મેમ્ફીરોઝી રંગની બીકીની ટોપમાં નજરે આવી રહી છે.