જૂનાગઢ માં ડો. સુભાષ એકેડેમી દ્વારા શરુ કરાયેલ ડો. સુભાષ કોવિડ કેર આઈસોલેશન સેન્ટર ની પ્રશંશનીય કામગીરી.

દાખલ થયેલા ૧૮૯ દર્દીઓ માંથી ૧૩૧ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ને સહર્ષ ઘરે પરત ફર્યા.

જૂનાગઢ સ્થિત અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડેમી દ્વારા કોરોના મહામારી ને નાથવાના પ્રયાસરૂપે કોવિડ કેર આઈસોલેશન સેન્ટર તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૧ થી કાર્યરત કરાયેલ છે. આ સેન્ટર સંપૂર્ણ હવા ઉજાસવાળા રૂમો સાથે ૧૦૦ બેડની સુવિધા વાળું છે. જેમાં કોરોના પોઝીટીવ દર્દીઓ કે જેમના ઘરે પુરતી સુવિધા નથી તથા જેમને ઓક્સીજન કે વેન્ટીલેટરની જરૂરિયાત નથી તેઓને આઈસોલેશનની સુવિધા આપવામાં આવે છે.

આ ડો. સુભાષ કોવિડ કેર આઈસોલેશન સેન્ટર માં દર્દીઓને ચા-નાસ્તો, બપોરનું તથા સાંજનું જમવાનું આપવામાં આવે છે. આ સેન્ટરમાં ૨૪ કલાક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવે છે. તદ્ઉપરાંત આયુર્વેદિક ઉપચાર, ઉકાળા વગેરે આપવામાં આવે છે. ડૉ. સુભાષ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરને જૂનાગઢની જનતા દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ આઇસોલેશન સેન્ટર માં ખાસ આયુર્વેદિક ઉપચારો કરવા માં આવે છે. દરેક દર્દીઓને સમયસર નાસ આપવામાં આવે છે તેમજ ઉકાળા અને આયુર્વેદિક દવાઓ સમયસર આપવામાં આવે છે. એ સિવાય દર્દી નું ચેકઅપ કરી જરૂર પ્રમાણે આયુર્વેદિક દવા નો કોર્ષ શરૂ કરવામાં આવે છે જેના પરિણામ રૂપે ખુબજ જલ્દી રિકવરી આવે છે. ઘણા દર્દીઓ જે ક્રિટિકલ હાલત માં હતા એ પણ આ આયુર્વેદિક ઉપચાર થી સાજા થયેલ છે.

આનંદની વાત એ છે કે અત્યાર સુધીમાં આ સેન્ટરનો ૧૮૯ દર્દીઓએ લાભ લીધો છે અને તેમાંથી ૧૩૧ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ને પાછા પોતાનાં ઘરે ગયા છે. ૩૦ જેટલા દર્દીઓને પોતાની રીતે અન્ય હોસ્પિટલમાં વ્યવસ્થા થઇ જતાં ત્યાં જતા રહ્યા છે. કોરોના મહામારીના સંકટના આ સમયમાં સેવાકિય ભાવનાથી શરુ કરાયેલ ડો. સુભાષ એકેડમી દ્વારા લોકોને સહાયરૂપ થવાની ભાવનાથી આ પહેલ કરવામાં આવી છે.

ડૉ. સુભાષ એકેડેમી પોતાનું સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવવા હંમેશા આવા સમાજ ઉપયોગી કાર્ય માટે તત્પર રહે છે. આ આઇસોલેશન સેન્ટર માં ડૉ. સુભાષ એકેડેમી ના કર્મચારીઓ દ્વારા ૨૪ કલાક ખડે પગે સેવા આપવામાં આવે છે જે એક સરાહનીય કામગીરી છે જેને સંસ્થાના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા, કેમ્પસ ડાઈરેકટર શ્રી બી. જે. વાટલીયાસાહેબ તેમજ ડૉ. સુભાષ એજ્યુકેશન કેમ્પસના ડાઈરેકટર ડૉ. દિપક પટેલ બિરદાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer