દ્રૌપદીને જયારે તે ઈચ્છે ત્યારે કુંવારી થઇ જવાનું મળ્યું હતું વરદાન, જાણો તેની પાછળનું રહસ્ય 

આપણે દરેક લોકો જાણીએ છીએ કે મહાભારત ની અંદર આવતી દ્રોપદી ક્યારેય ચુપ રહેવામાં વિશ્વાસ કરતી ન હતી. સમગ્ર મહાભારત દરમિયાન દ્રૌપદી ઉપર વિવિધ પ્રકારના અત્યાચાર થયા હતા અને જ્યારે તે પોતાના ઉપર થયેલા અત્યાચાર નો ન્યાય માંગવા માટે ગઈ ત્યારે પણ તેને યોગ્ય ન્યાય મળ્યો ન હતો.

ત્યારબાદ જ્યારે દ્રૌપદી દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય તથા પોતાના પતિઓ પાસે ન્યાય માગવા ગઈ ત્યારે પણ તેને યોગ્ય ન્યાય ન મળ્યો હતો. હવે જો દ્રૌપદી ના જન્મની વાત કરવામાં આવે તો આપણે દરેક લોકો જાણીએ છીએ કે દ્રોપદી નો જન્મ અગ્નિમાંથી થયો હતો. અને તે યુવાવસ્થાની અંદર જ જન્મી હતી,

અને આથી જ દ્રોપદીએ પોતાના જીવનમાં ક્યારેય પણ બાળપણ જોયું ન હતું. દ્રોપદી નો જન્મ મહારાજ દ્રુપદના યજ્ઞકુંડમાંથી થયો હતો. દ્રોપદી ના લગ્ન પાંચ ભાઈઓ સાથે થયા હતા, અને આથી જ આ પાંચ ભાઈઓ વચારે દ્રોપદી સાથે રહેવા માટે અમુક પ્રકારના નિયમો ઘડવામાં આવ્યા હતા.

જેના અનુસાર જ્યારે દ્રૌપદી સાથે કોઈપણ એક ભાઈ રહે ત્યારે બીજા કોઈપણ ભાઈ તેની સાથે રહી ન શકે અને જ્યારે કોઈ પણ એક ભાઈ પતિ સાથે કક્ષમાં હોય ત્યારે તે પોતાની ચરણ પાદુકાઓ દરવાજા ઉપર છોડીને જાય જેથી કરીને અન્ય ભાઈઓને તેની ઉપસ્થિતિનો ખ્યાલ આવે.

એક વખત એવું બન્યું કે એક કૂતરા દ્વારા જ્યારે યુધિષ્ઠિર દ્રોપદી સાથે એક કક્ષમાં હતા. ત્યારે તે કૂતરો યુધિષ્ઠિરની ચરણ પાદુકાઓ લઈ ગયો હતો. જેથી કરીને અન્ય એક ભાઈ ભૂલથી દ્રૌપદી અને યુધિષ્ઠિરના કક્ષની અંદર આવી ગયા હતા.

ત્યારબાદ ભગવાન પાસે ન્યાય માગતી વખતે દ્રોપદીને વરદાન મળ્યું હતું કે જ્યારે તે અગ્નિસ્નાન કરશે ત્યારે તે પોતાનું કૌમાર્ય પાછું મેળવી શકશે. કહેવાય છે કે, દ્રૌપદી દરેક ભાઈ પાસે એક એક વર્ષ સુધી રહેતી હતી.

અને જ્યારે એક ભાઈ પાસેથી બીજા વર્ષે બીજા ભાઈ પાસે જાય ત્યારે તે અગ્નિ સ્નાન કરીને જતી હતી. જેથી કરીને તેને પોતાનું કૌમાર્ય ફરીથી મળી જતું હતું. આમ દ્રોપદી પાસે એવું વરદાન હતું કે જેથી કરીને તે ગમે ત્યારે ફરીથી પોતાનું કૌમાર્ય મેળવી શકતી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer