દુર્ગા માતાના આ 10 મંદિર છે વિશ્વ વિખ્યાત, એક છે ગુજરાતમાં

શારદીય નવરાત્રીમાં દેશભરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. નવરાત્રી હિંદૂ ધર્મનો સૌથી લાંબો ચાલનાર તહેવાર છે. આ પર્વની ઉજવણી દેશભરમાં થાય છે તેની પ્રથા કે રિવાજો અલગ અલગ હોય છે પરંતુ લોકો આ નવ દિવસો દરમિયાન શક્તિની ભક્તિમાં લીન જોવા મળે છે. તેવામાં ચાલો જાણીએ દેશમાં આવેલા 10 પ્રસિદ્ધ મંદિર વિશે જ્યાં દર્શન કરવાનો મહિમા અપાર છે.

શ્રીસંગી કલિકા મંદિર, કર્ણાટક

શ્રીસંગી કલિકા મંદિર માતા કાલકાને સમર્પિત છે. આ મંદિર કર્ણાટકના બેલગામમાં આવેલું છે. કર્ણાટકના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે અને અહીં માતા દુર્ગાના કાળકા સ્વરૂપની પૂજાનું ખાસ વિધાન છે.

 

નૈના દેવી મંદિર, નૈનીતાલ

નૈનીતાલમાં નૈની તળાવના ઉત્તરી કિનારા પર નૈના દેવી મંદિર આવેલું છે. 1880માં ભૂસ્ખલન થવાથી મંદિર નષ્ટ થઈ ગયું હતું ત્યારબાદ તેને ફરીથી બનાવવામાં આવ્યું છે. અહીં સતીના શક્તિ રૂપની પૂજા કરવામાં આવે છે, મંદિરમાં બે નેત્ર છે જે નૈના દેવીને દર્શાવે છે.

 

મહાલક્ષ્મી મંદિર, કોલ્હાપુર

મહાલક્ષ્મી મંદિર શક્તિ પીઠમાંથી એક છે જે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છે. અહીં દર્શન કરવા આવેલા ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

 

કરણી માતા મંદિર, રાજસ્થાન

આપણા દેશમાં અનેક પ્રસિદ્ધ મંદિર છે તેમાંથી એક છે રાજસ્થાનના બીકાનેરથી 30 કિલોમીટર દૂર આવેલું કરણી માતા મંદિર. દેશનોક નામના ગામની સીમમાં આવેલું આ મંદિર જગવિખ્યાત છે.

 

કામાખ્યા મંદિર, ગુવાહાટી

આ મંદિર નીલાંચલ પર્વત પર આવેલું છે. દેશમાં આવેલા તમામ શક્તિપીઠમાંથી કામાખ્યા મંદિર સર્વોત્તમ છે. માન્યતા છે કે અહીં માતા સતીનો યોનિનો ભાગ પડ્યો હતો. તેમાંથી જ શક્તિપીઠની ઉત્પત્તિ થઈ છે. અહીં માતા રજસ્વલા હોવાની માન્યતા પણ છે.

 

જ્વાલા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે. 51 શક્તિપીઠમાંથી એક છે જ્વાલા દેવી મંદિર. આ મંદિર છે ત્યાં માતા સતીનો જીભનો ભાગ પડ્યો હતો.

 

દુર્ગા મંદિર, વારાણસી

આ મંદિરનું નિર્માણ બંગાળીની મહારાણીએ 18મી સદીમાં કરાવ્યું હતું. આ મંદિર ભારતીય વાસ્તુકળાનો ઉત્તમ નમુનો છે. આ મંદિર લાલ રંગનું છે અને તેમાં માતાના વસ્ત્ર પણ ગેરૂ રંગના છે. નવરાત્રીમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.

 

દંતેશ્વરી મંદિર, છત્તીસગઢ

છત્તીસગઢના બસ્તરમાં આવેલું છે દંતેવાડાનું પ્રસિદ્ધ દંતેશ્વરી મંદિર. આ મંદિર બન્યું છે ત્યાં માતા સતીના દાંત પડ્યા હતા તેથી મંદિરનું નામ દંતેશ્વરી પડ્યું છે.

 

દક્ષિણેશ્વરી કાલી મંદિર, કલકત્તા

કલકત્તાનું આ મંદિર પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. તેનું નિર્માણ 1847માં શરૂ થયું હતું. અહીંના મહારાણીને માતા કાલીએ સ્વપ્નમાં દર્શન આપી અને મંદિર નિર્માણ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ મહારાણીએ 25 એકરની જગ્યામાં મંદિર બનાવડાવ્યું.

 

અંબાજી મંદિર, ગુજરાત

આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે. આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ મંદિર ભવ્ય અને સુંદર છે. તેના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી અહીં શ્રીયંત્રની પૂજા થાય છે. ખાસ વાત એ છે કે યંત્ર એવી રીતે સજાવવામાં આવે છે કે દર્શન કરનારને તે સાક્ષાત માતાજી જ દેખાય છે. નવરાત્રીમાં અહીં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer