દુર્યોધનની જીદ, અહંકાર અને લાલચ એ લોકોને યુદ્ધની આગમાં નાખી દીધો હતો. તેથી દુર્યોધનને મહાભારતના ખલનાયક કહેવામાં આવે છે. મહાભારતની કથામાં એવો પ્રસંગ પણ આવ્યો છે કે દુર્યોધનએ કામ- પીડિત થઈને કુંવારી કન્યાઓનું અપહરણ કર્યું હતું.
દ્યુતક્રીડા
માં પાંડવો ના હારી જવા પર જયારે દુર્યોધન ભરી સભામાં દ્રોપદીનું અપમાન કરી રહ્યો
હતો ત્યારે ગાંધારી એ પણ એનો વિરોધ કર્યો હતો તો પણ દુર્યોધન માન્યો ન હતો. આ આચરણ
ધર્મ – વિરુદ્ધ જ તો હતો. જયારે દુર્યોધનને લાગ્યું કે હવે તો યુદ્ધ થવાનું છે તો
તે મહાભારત યુદ્ધના અંતિમ સમયમાં એમની માતાની સામે નગ્ન ઉભા રહેવા માટે પણ તૈયાર
થઇ ગયો.
મહાભારતમાં દુર્યોધનના અનાચાર અને અત્યાચારના કિસ્સા ભરેલા પડ્યા છે. પાંડવોને વગર કોઈ અપરાધને એણે જ તો સળગાવીને મારવાની યોજનાને મંજુરી આપી હતી. એવો જ એક કિસ્સો છે દુર્યોધનના અંહકારનો.
શ્રાપ નો કિસ્સો :
એક વાર મહર્ષિ મૈત્રેય હસ્તિનાપુર આવ્યા. વિશ્રામ પછી ધ્રુતરાષ્ટ્ર એ પૂછ્યું – ભગવન જંગલમાં પાંચેય પાંડવ કુશળપૂર્વક તો છે નહિ. મહર્ષિ એ કહ્યું તે કુશળ છે, પરંતુ મેં સાંભળ્યું કે તમારા પુત્રો એ પાંડવોને જુગારમાં ચીટીંગથી હરાવીને જંગલમાં મોકલી દીધા?
એવું કહીને પાછળ ફરતા એમણે દુર્યોધન ને કહ્યું, તમે જાણો છો પાંડવ કેટલા વીર અને શક્તિશાળી છે? મહર્ષિની વાત સાંભળીને દુર્યોધનએ ક્રોધમાં એમની જાંઘ પર હાથથી તાલ ઠોકી દીધી. દુર્યોધનની આ ઉદ્દ્ન્ડતા જોઇને મહર્ષિને ગુસ્સો આવી ગયો અને એમણે કહ્યું તું મારો તિરસ્કાર કરે છે મારી વાત શાંતિપૂર્વક સાંભળી નથી શકતો. જા ઉદ્દ્ન્ડી જે જાંઘ પર તું તાલ ઠોકી રહ્યો છે એ જાંઘને ભીમ એમની ગદાથી તોડી નાખશે. બસ આ શ્રાપ દુર્યોધનને લઈને ડૂબ્યો.
દુર્યોધનની ભૂલો :
ભીમે દુર્યોધનની જાંઘ ઉતારી દીધી હતી. તે લોહીમાં લોતપોત થઈને રણભુમી પર પડ્યો હતો. બસ અમુક જ સમયમાં દમ તોડવાનો હતો પરંતુ ભૂમિ પર પડેલા જ એને કૃષ્ણની સામે જોઇને એમના હાથની ત્રણ આંગળીઓને વારંવાર ઉઠાવીને કંઇક કહેવાનો પ્રયાસ કર્યો. દુખાવાન કારણે એના મોઢામાંથી અવાજ ધીમો ધીમો જ નીકળી રહ્યો હતો.
એવામાં શ્રી કૃષ્ણ એની પાસે ગયા અને કહેવા લાગ્યા કે શું તમે કંઇક કહેવા
માંગો છો? ત્યારે એણે કહ્યું કે એને મહાભારતના યુદ્ધ દરમિયાન ભુલો કરી છે, આ
ભૂલોને કારણે તે યુદ્ધ જીતી શક્યો નહિ અને એનો આ હાલ થયો છે. હો તે પહેલા જ આ
ભૂલોને ઓળખી લેતો તો આજે જીતનો મુગટ એના માથે હોત. શ્રીકૃષ્ણ એ સહજતાથી દુર્યોધનને એની ત્રણ ભૂલની વિશે પૂછ્યું તો એને
કહ્યું, પહેલી ભૂલ તો એને સ્વયં નારાયણના સ્થાન પર એની નારાયણી સેનાને પસંદ કરી.
જો નારાયણ યુદ્ધમાં કૌરવોના પક્ષમાં હોત તો આજે પરિણામ કંઇક અલગ જ હોત.
બીજી ભૂલ એને એ કહી કે તે એમની માતાના લાખ વાર કહેવા પર પણ તે એની સામે ઝાડના પાંદડાથી બનેલા લંગોટ પહેરી ગયો. જો તે નગ્નાવસ્થામાં જાત તો આજે એને કોઈ પણ યોદ્ધા પરાસ્ત કસી શકતા ન હતા. ત્રીજી અને અંતિમ ભૂલ એને કરી હતી કે જો તે પહેલા જ જીતી જાત તો ઘણી વાતોને સમજી શકતો હતો અને લગભગ એના ભાઈ અને મિત્રોની જાન બચી જાત.