કુંડળી ભાગ્યના મહા એપિસોડમાં આવશે મોટુ ટ્વિસ્ટ: મહિરાએ પૃથ્વી-શર્લિનની ખોલી લુથરા પરિવાર સામે પોલ..

ઝી ટીવીનો લોકપ્રિય શો કુંડળી ભાગ્ય અભિનીત શ્રદ્ધા આર્ય અને ધીરજ ધૂપર તેમનાં તાજેતરનાં મોટા ટ્વીસ્ટથી તમામ નું ધ્યાન ખેંચી રહ્યો છે.

આવનારાં મહા એપિસોડમાં, કરણ અને પ્રીતા એક સાથે મળીને વિલનનો પર્દાફાશ કરશે. ઈન્સ્ટાગ્રામ પર ધીરજ ધૂપરે શેર કરેલા પ્રોમોમાં, પૃથ્વી અને કૃતીકા ઘરે તેમના લગ્ન સમારોહમાં વ્યસ્ત જોવા મળે છે જ્યારે મહિરા ઘરમાં પ્રવેશ કરે છે અને શેરલીનની પોલ ખોલે છે.

મોટો ખુલાસો કરીને તે લુથ્રા પરિવારને કહે છે કે શેરલીન રૂષભનું નહીં પણ પૃથ્વીનું બાળક લઈને ગઈ હતી. સત્ય સાંભળીને કૃતિકાની આંખમાં આંસુ આવી ગયા. પૃથ્વી તેના અને શેરલીનના લફડા ની બધાને જાણ થતાં ચોંકી ગઈ.

તે દરમિયાન શર્લિન સાથે અકસ્માત થતાં તેણે તેનું બાળક ગુમાવ્યું. લુથ્રા પરિવાર શેરલીન માટે ચિંતિત થઈ જાય છે અને પ્રીતાએ કરણને જાણ કરી કે તે માતા બનવાની ઇચ્છા રાખે છે. બીજી તરફ, પૃથ્વીને અંતે ખબર પડી કે શેરલીનના અકસ્માત પાછળ મહિરાનો હાથ હતો. જ્યારે તે ટ્રક ચાલકને પૂછવા જાય છે ત્યારે તેણે કહ્યું હતું કે એક છોકરી આવી જવાથી પ્લાન ફેલ થઈ ગયો. ત્યારબાદ પૃથ્વી તેને મહિરાની તસવીર બતાવે છે અને તેને કહે છે કે તેણે પ્લાન બદલ્યો છે.

આગામી એપિસોડમાં તે મહિરાનો સામનો કરતા જોવા મળશે અને લુથ્રા પરિવાર સામે આ વાત જાહેર ન કરવાની ધમકી આપે છે. પૃથ્વી ગુસ્સે થઈને મહિરાના સત્યને પરિવાર સમક્ષ બહાર કાઢવા જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer