ભારતમાં એક જ દિવસમાં કોરોનાથી 4529 ના મૃત્યુ, કેસ ઘટ્યા પણ મોતની વધતી સંખ્યાથી લોકોમાં ભય

ભારત માં છેલ્લા 3-4 દિવસોથી કોરોનાનો કહેર ઘીરે ધીરે ઘટતો જોવા મળી રહ્યો છે. કારણ કે હવે સારવારની વ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે. બેડ્સ અને ઓક્સિજનની અછત પણ એટલી જોવા મળતી નથી. જીવનરક્ષક દવાઓની સારવારમાં સુધારો થયો છે. લોકડાઉન અને કરફ્યૂનો ફાયદો જોવા મળી રહ્યો છે. પરંતુ આ હાલાતમાં પણ હોસ્પિટલોમાં થતા મોતનો આંકડો ઓછો થઈ રહ્યો નથી. આમ છતાં ભારતમાં હવે રોજ સરેરાશ 4000 લોકોના મોત થઈ રહ્યા છે.

જો કે આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ટેસ્ટિંગ વધારવાથી ફાયદો થયો છે અને 14 અઠવાડિયામાં અઢી ગણું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જેનાથી સંક્રમણની જાણ થઈ અને તેના પર કાબૂ મેળવવામાં મદદ મળી છે. પરંતુ ચિંતાની વાત કઈક બીજી જ છે. કારણ કે કોરોનાથી મોતની સંખ્યા ઘટી રહી નથી.

ગત લહેરની સરખામણીમાં આ વખતે યુવાઓના મોતનો દર બમણો છે. આ ડેટા દિલ્હી એનસીઆરમાં 7-8 હોસ્પિટલોમાં કરાયેલા સ્ટડીના આધારે નીકળ્યો છે અને તે ખુબ જ ચિંતાજનક છે. આ વર્ષમાં ગત વર્ષ કરતાં યુવાઓ એ કોવિડને લીધે વધુ જીવ ગુમવ્યા છે.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,67,334 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 2,54,96,330 થયો છે. એક દિવસમાં કુલ દર્દીઓ 3,89,851 રિકવર થયા છે.

આમ છતાં એક જ દિવસમાં કોરોનાથી 4529 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 2,83,248 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 32,26,719 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 18,58,09,302 લોકોને રસી આપવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer