મુંબઈ ભારતના સૌથી મોંઘા શહેરોમાંનું એક છે. અહીંયા ઘર બનાવવું અને ખરીદવું બંને એક મોટું સપનું જોવા જેવું છે. માયાનગરી માં ગુજારો કરવો દરેક ની તેવડ નથી. અહિંયા દરરોજ સેંકડો લોકો સફળતા મેળવે છે અને એટલા જ લોકો અસફળતાનું મોઢું જોઈને પાછા ફરી જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક મોટા ચહેરાઓ છે. જેમની પાસે કરોડો રૂપિયા જમા છે. પરંતુ પોતાનું ઘર તેમની પાસે નથી. આજે અમે તમને બોલિવૂડના એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવીશું જેમને મુંબઈમાં ભાડાના ઘરમાં રહીને પોતાનું જીવન ગુજારવું પડે છે.
જેક્વેલિન ફર્નાન્ડિઝ :- અભિનેત્રી એક ફિલ્મના માટે ૩.૫ કરોડ રૂપિયા લે છે. જેકલીન ફર્નાન્ડીઝ ને બોલિવૂડમાં કામ કરતાં કરતાં ૧૨ વર્ષ થઈ ચૂક્યાં છે. આટલા વર્ષ પસાર કર્યા છતાં પણ તેમની પાસે પોતાનું ઘર નથી. જેકલીન ફર્નાન્ડીઝ હાલમાં પ્રિયંકા ચોપરાના ઘરમાં રહે છે. જેકલીને કેટલા સમય પહેલાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાના જુહુ મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટ કર્મયોગ ભાડેથી લીધું હતું.
નરગીસ ફખરી :- નરગીસ એ બોલિવૂડમાં અભિનેતા રણબીર કપૂરની સાથે ફિલ્મ રોકસ્ટાર થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદથી જ તે ગાયબ રહેતી હોય છે. મુંબઈમાં હાલમાં નરગીસ નો પોતાનું ઘર નથી તે પણ ફિલ્મોમાં કામ કરવા માટે મોટી ફીસ વસૂલે છે 2011 થી તે બાંદ્રામાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે.
કેટરિના કૈફ :- અભિનેત્રી કેટરીના કેફ એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ ૨૧ કરોડ રૂપિયા વસૂલે છે. કેટરિના કૈફ બોલિવૂડમાં ૨૦૦૩ થી કામ કરી રહી છે. કેટરિના પણ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. કેટરિના હાલમાં મુંબઈના અંધેરી વેસ્ટ ના હાઉસમાં પોતાની બહેન સાથે રહે છે.
પરિણીતી ચોપડા :- પરિણીતી ચોપરા પ્રિયંકા ચોપડાની નાની બહેન છે. પ્રિયંકા ચોપડાની બહેન પરિનીતી ચોપરાને પણ બોલિવૂડમાં કામ કરતાં કરતાં દસ વર્ષ થઈ ચૂક્યાં છે. પરિણીતી એક ફિલ્મમાં કામ કરવા માટે 6 કરોડ રૂપિયા વસૂલે છે. ફિલ્મ લેડીઝ વર્સિસ રિકી બહેલ થી કરિયર શરૂ કરનાર પરિણીતી મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે.
રુચા ચડ્ડા :- રુચા ચડા ઘણી સારી એક્ટ્રેસ માની એક છે. તે એક ફિલ્મમાં કામ કરવા માટે ૨૫ લાખ રૂપિયા ચાર્જ લે છે. ફૂકરે, મસાન, કેબ્રે, સરબજીત અને ચાર્લી જેવી ફિલ્મોમાં અભિનય કરનારી અભિનેત્રી પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે.
હુમા કુરેશી :- હુમા કુરેશી ફિલ્મમાં કામ કરવા માટે મોટી ફીસ લે છે. તે ત્રણ કરોડ રૂપિયામાં એક ફિલ્મ કરે છે. આજે પણ તે મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. તેની સિવાય અદિતિ રાવ હૈદરી તો ફિલ્મમા ઓછી જ નજર આવી રહી છે. તે એક ફિલ્મ માટે ૫૦ લાખ રૂપિયા લે છે. તેમની પાસે પણ મુંબઇમાં પોતાનું ઘર નથી. ચિત્રાંગદા સિંહ મુંબઈ માં ઘણા વર્ષોથી એક્ટિવ છે. પરંતુ તેમ છતાં તેમની પાસે પોતાનું ઘર નથી. તેમ ભાડાના ઘરમાં રહે છે. તે એક ફિલ્મ માટે ૨૦ લાખ રૂપિયા વસૂલે છે.