લોકપ્રિય ગુજરાતી ગાયિકા ફરીદાબેન મીરએ પોતાના પ્રોગ્રામમાં જણાવ્યું માં મોગલના પરચા વિષે અને કહ્યું મોગલ માતાના પ્રતાપે જ આજે હું….

ફરીદાબેન મીર એ ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે. તેમણે ભજનની દુનિયામાં પોતાની કલાથી આગવું નામ કર્યું છે. તેઓ અવારનવાર જાહેર પ્રસંગોમાં હાજરી પણ આપતા હોય છે.

તેઓ તેના અવાજને કારણે સંતવાણી અને ડાયરામાં ખૂબ જ લોકપ્રિય છે. ફરીદાબેન મીર મોગલ માતાજી માં ખૂબજ વિશ્વાસ રાખે છે. આનો એક દાખલો જોવા મળ્યો હતો.

તેમને મુંબઇ એક પ્રોગ્રામમાં જવાનું હતું પરંતુ તે દિવસે મોગલ ધામ કચ્છમાં પ્રોગ્રામ હોવાથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી તેમણે મુંબઈ ના પ્રોગ્રામ કેન્સલ કરીને મોગલ ધામ કચ્છ જવાનું નક્કી કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે એક પ્રોગ્રામ કરવાની ફી લાખો રૂપિયા છે પરંતુ પૈસાથી કાંઈ નથી થતું જો મોગલ માતાજીના આશીર્વાદ હોય તો જ બધું થાય છે. તેમણે કહ્યું હતું કે આ દીધેલું બધું મોગલ માતાજી નું છે

તેમને આ બધું પાછું લેતા વાર નહિ લાગે અને મનુષ્યનું ઘમંડ તોડતા તેમને માત્ર મિનિટ થશે. તેમણે કહ્યું હતું કે તેમને પ્રોગ્રામની કંઈ પડી નથી પરંતુ તેમની ઉપર મોગલમાંની કૃપા હોવી જરૂરી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer