થઇ જાઓ સાવધાન: આ રીતે ક્યારેય પણ ન વાપરો ફોન, મહેસાણામાં મોબાઈલ બ્લાસ્ટ થતા આ દીકરીને ગુમાવવો પડ્યો જીવ…

મિત્રો આજ કાલ ના સમયમાં દરેક યુવાન વ્યક્તિ પાસે અથવા વૃદ્ધ વ્યક્તિ પાસે પણ સ્માર્ટફોન જોવા મળે છે. દરેક સ્માર્ટ ફોન મા વપરાતા મોટાભાગના પાર્ટ ચાઈનીઝ કંપનીઓના હોય છે.

એટલે કે આ પાર્ટ સસ્તા હોવાની સાથે ગુણવત્તામાં પણ હલકાં હોય છે. જેને કારણે વારંવાર સ્માર્ટફોનમાં ખરાબી આવતી હોય છે. જેથી વારંવાર આ સ્માર્ટફોનને રિપેર કરવા પડતા હોય છે.

અવારનવાર સ્માર્ટફોનમાં રહેલી બેટરી ફાટવાની ઘટનાઓ બનતી હોય છે આ બેટરી ચાઇનીઝ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી હોય છે. જે હલકી ગુણવત્તા વાળી હોય છે.

તાજેતરમાં આવો જ કિસ્સો મહેસાણામાં બન્યો હતો. શ્રદ્ધા દેસાઈ નામની યુવતી મોબાઈલ ચાર્જિંગમાં રાખીને વાત કરતી હતી. જે દરમિયાન મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતાં યુવતીનું મૃત્યુ નીપજયું હતું.

તેથી સમગ્ર પરિવાર તેમજ ગ્રામજનો ભારે દુઃખની લાગણી માં છે. આ ઘટના મહેસાણા બહુચરાજી માં બની હતી. છેટાસણા ગામની યુવતીનું મોબાઈલની બેટરી ફાટવાને કારણે મૃત્યુ નિપજ્યુ હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer