આપણે જયારે પણ મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાન ના દર્શન કરીને જ શાંતિ થઇ જાય છે. જ્યારે કોઈ મંદિરમાં જઈએ કે ઘરમાં પૂજા-પાઠ કરતાં હોઈએ તો ભગવાનનું ધ્યાન કરતી વખતે પરિક્રમા જરૂર કરવી જોઈએ. પરિક્રમામ કરવી કોઈપણ દેવી-દેવતાની પૂજામાં મહત્વપૂર્ણ અંગ છે. આજે અમે તમને જણાવી દઈએ પરિક્રમા સાથે જોડાયેલી અમુક ખાસ વાતો.
પરિક્રમા કરવાની રીત
ભગવાનની મૂર્તિ અને મંદિરની પરિક્રમા હંમેશાં જમણા હાથથી શરૂ કરવી જોઈએ. જે દિશામાં ઘડિયાળના કાંટા ફરતાં હોય, તે પ્રકારે મંદિરમાં પરિક્રમામ કરવી જોઈએ. જમણાનો અર્થ છે દક્ષિણમાં હોય છે. તેને લીધે પરિક્રમા પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે પરિક્રમા કોઈ પણ દેવમૂર્તિની ચારેય તરફ ફરીને કરવામાં આવે છે, પરંતુ ક્યારેક-ક્યારેક મૂર્તિની પીઠ દીવાલ તરફ રહેતી હોય તો પરિક્રમા કરતી વખતે ફેરા લેવા માટે જરૂરી જગ્યા નથી હોતી. તે સમયે મૂર્તિની સામે ગોળ ફરીને પરિક્રમા કરવામાં આવે છે.
મંદિરની સકારાત્મક ઊર્જા
મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની લગાતાર પૂજા થતી હોય છે, મંત્રોનું ઉચ્ચારણ થતું રહેતું હોય છે. જેનાથી મંદિરની આસપાસ હકારાત્મક ઊર્જા વધી જાય છે. પરિક્રમા કરવાથી આ હકારાત્મક ઊર્જાને લીધે આપણને શાંતિ મળે છે. મંદિરમાં પરિક્રમા કરવાથી ત્યાંના ધાર્મિક વાતાવરણમાં રહેવાનો સમય મળે છે, જેનાથી ભગવાનની પ્રત્યે આસ્થા વધે છે.
પરિક્રમા કરતી વખતે બોલવાનો મંત્ર
यानि कानि च पापानि जन्मांतर कृतानि च। तानि सवार्णि नश्यन्तु प्रदक्षिणे पदे-पदे।।
આ મંત્રનો અર્થ છે કે આપણા દ્વારા જાણતા-અજાણતા કરવામાં આવેલ અને પૂર્વજન્મોમાં થયેલાં બધા પાપ પ્રદક્ષિણાની સાથે-સાથે નાશ થઈ જાય છે. પરમ પિતા પરમેશ્વર મને સદબુદ્ધિ પ્રદાન કરે.
કેટલી પરિક્રમા કરવી
સૂર્યદેવની સાત, શ્રી ગણેશની ચાર, શ્રી વિષ્ણુની પાંચ, શ્રી દુર્ગાની એક, શ્રી શિવની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. શિવજીની અડઘી જ પરિક્રમા કરવામાં આવે છે, જેના વિશે માન્યતા છે કે જલધારીનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. જલાધારી સુધી પહોંચીને પરિક્રમા પૂર્ણ માનવામાં આવે છે.