ભીષ્મ પિતામહે બતાવેલ સ્વસ્થ્ય જીવનના સૂત્રોને દરેક વ્યક્તિએ એમના જીવનમાં જરૂર અપનાવવા જોઈએ, જાણો એ સુત્રો..

આપણા માંથી ઘણા લોકોને ભીષ્મ પિતામહ ના સુત્રો વિશે જાણકારી હશે. જો આ સુત્રો આપણે પણ આપણા જીવનમાં અપનાવી લઈએ તો આપણા જીવન માં કોઈ પરેશાની ઘર કરી શકતી નથી. આજે અમે તમને જણાવીશું કે મહાભારત માં ભીષ્મ પિતામહે જણાવેલ સુત્રો વિશે. તો ચાલો જાણી લઈએ એ સુત્રો ક્યાં ક્યાં છે અને એ સુત્રો દરેક વ્યક્તિના જીવન માં ખુબ જ ઉપયોગી બની શકે છે.

શ્રી કૃષ્ણના કહેવાથી જ ધર્મને ધ્યાનમાં રાખીને ભીષ્મ પિતામહે રાજધર્મ, મોક્ષ ધર્મ અને આપધર્મ વગેરે નો મૂલ્યવાન ઉપદેશ ખૂબ જ વિસ્તૃત રીતે આપ્યો હતો. જે દરેક લોકો માટે ઉપયોગી બની રહે છે. તેમને પોતાના ઉપદેશ માં જે વાત જણાવી હતી તે વાતો નું પાલન આજના સમય માં પણ કરી શકાય છે. આ ઉપદેશ એમને ત્યારે આપ્યો જ્યારે તેઓ બાણો ની શય્યા પર સૂતા હતા અને યુધિષ્ઠિરે તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન ના રહસ્ય જાણવાની પ્રાર્થના કરી હતી.

મહાભારતમાં ભીષ્મ પિતામહે આ પ્રમાણે આપ્યો હતો ઉપદેશ

 • મનને વશમાં રાખવું.
 • ઘમંડ ન કરવો.
 • વધતી ઈચ્છાઓને રોકવી.
 • કડવી વાતો સાંભળીને સામે ઉત્તર ન આપવો.
 • માર ખાવા છતાં પણ શાંત અને મૌન રહેવું.
 • અતિથિ અને લાચારને આશ્રય આપવો.
 • નિયમપૂર્વક શાસ્ત્રો વાંચવા અને સાંભળવા.
 • દિવસમાં સૂવું નહીં.
 • પોતાના આદરની ઈચ્છા ન રાખીને બીજાનો આદર કરવો.
 • ક્રોધને વશીભૂત ન રહેવું.
 • સ્વાદ માટે નહીં સ્વાસ્થ્ય માટે ભોજન કરવું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer