ગજબ કિસ્સો: અમદાવાદના પોશ એરિયા માં નવા કૂકરમાં મહિલા ને જમવાનું બનાવતા ન ફાવ્યું તો પતિએ દીકરા સાથે મળીને મહિલાને ઘરમાંથી કાઢી મૂકી..

यत्र नार्यस्तु पूज्नयंते रमंते तत्र देवता આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો, હતો. સતીઓ, સન્નારીઓ અને સાધ્વીનો એક જ્વલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડ્યો છે.

વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી પુરૂષનો સમાન દરજ્જો હતો. એટલું જ નહિ ગાર્ગી અને લોપામુદ્રા વિદુષીઓએ સ્ત્રીજક્તિના પ્રભાવને પૂર્ણ કળાએ પ્રગતાવ્યો હતો. બુદ્દકાળમાં અને વિશેષ કરીને જૈનકાળમાં તો સ્ત્રી પુરૂષની બરાબરીના નાતે આધ્યાત્મિક અધિકાર પણ પામી હતી.

ભારતમાં નારીને નારાયણી ગણવામાં આવે છે પરંતુ આજે પણ ભારતમાં સ્ત્રીની અવગણના થતી હોય તેવા ઘણા કિસ્સા જૉવામાં સામે આવે છે.

આવો જ કિસ્સો હાલમાં એક અમદાવાદના પોશ વિસ્તારમાં બન્યો હતો. અમદાવાદના ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મેલી એક દીકરી ઘર છોડીને ચાલી ગઈ હતી. પરંતુ મહિલા આયોગની ટીમે તેને સુરક્ષિત સમજાવીને ઘરે પહોંચાડી હતી જ્યારે તેને આ બાબતો કારણ પૂછવામાં આવ્યું ત્યારે પોતાને મનપસંદ કોલેજમાં એડમિશન ન થવાને કારણે પોતે ઘર છોડીને ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત એક સ્ત્રીને પુત્ર અને પત્ની બંને જીવી હતા છતાં તે બહાર રખડતી હતી , આ બંને એ જ તેને રખડવા માટે મજબૂર કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ આ સ્ત્રીના પતિ અને દીકરો બન્ને સરકારી કર્મચારી છે.

પોતાને નવા કુકરમાં જમવાનું બનાવવાનું ન ફાવતું હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જેને પગલે તે મંદિરની બહાર ભિખારીઓની સાથે જમવાનું લેતી હતી. આ બાબતે જાણ મહિલા આયોગને થતાં તેને બચાવી લીધી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer