તમે પણ તમારા જીવનમાં કેટલાક પ્રશ્નોના જવાબ શોધતા જ હશો. જો એવું છે તો નિશ્ચિત યક્ષ દ્વારા યુધિષ્ઠિરને પૂછવામાં આવેલા પ્રશ્નોને વાચવા જોઈએ. તેમાંથી એક પ્રશ્ન તમારો પણ હશે તે પાકું છે. હવે પ્રશ્ન એ થાય છે કે યક્ષ દ્વારા યુધિષ્ઠિરને કેમ પુછવામાં આવ્યા હતા આટલા પ્રશ્નો? તો તેના માટે વાંચો આ નાની કથા અને જાણો બીજો પ્રશ્ન ક્યો હતો.
યક્ષ કથા : પાંડવો પોતાના વનવાસ વખતે વનમાં ફરતા હતા એક ઝાડ નીચે બધા ભાઈઓ આરામ કરવા રોકાયા બધાને જયારે તરસ લાગી ત્યારે યુધિષ્ઠિરે નકુલને કહ્યું કે તું ઝાડ પર ચઢીને જો કે આસપાસ જળાશય છે કે નહિ. નકુલે જોયું તો દુર તેને જળાશય હોવાનો આભાસ થયો. યુધિષ્ઠિરે કહ્યું કે જાવ અને આ બધા પાત્રોમાં જળ ભરીને આવો. નકુલ જળાશય પાસે પહોચ્યો અને વિચાર્યું કે પહેલા પાણી પી લવ અને પછી પાણી લઇ જાવ. જેવું તે પાણી પીવા જુક્યા એવામાં આકાશવાણી થઇ અને અદ્રશ્ય યક્ષએ નકુલને રડતા રડતા કહ્યું મારો પહેલેથી જ નિયમ છે જે મારા પ્રશ્નનો ઉતર આપશે તેને જ હું પાણી પીવા દઈશ અને લઇ જવા દઈશ યક્ષની આકાશવાણી અને શરતને નજરઅંદાજ કરીને પાણી પીવા લાગ્યા. પાણીને પિતાજ નકુલ બેહોશ થઈને જમીન પર પડી ગયા.
અહી નકુલને આવવામાં વાર લાગી તો યુધિષ્ઠિરે સહદેવને મોકલ્યા. સહદેવ ત્યાં પહોચ્યા તો તેણે નકુલને બેહોશ જોઈ તેને ખુબ જ શોક થયો. તેમજ તેણે વિચાર્યું કે પહેલા પાણી પીય લવ અને પછી વિચારું શું કરી શકાય. જેવું તે પાણી પીવા ગયા ત્યારે આકાશવાણી થઈ અને સહદેવે પણ તેને નજરઅંદાજ કરી પાણી પીવા લાગ્યા. તે પણ પાણી પી ને બેહોશ થઈ ગયા.
ત્યારે યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યા જળાશયની પાસે જઈને તેને બને ભાઈ ને મૃત અવસ્થામાં જોયા તો તેને તરત જ પોતાનું ધનુષ ઉઠાવી કમાન પર લગાવ્યું અને બધી જગ્યાએ જોવા લાગ્યા તેને કોઈ દેખાયું નહિ ત્યારે તરસથી વ્યાકુળ અર્જુન પણ જળાશયનું પાણી પીવા જુક્યા અને આકાશવાણી થઈ કે મારી આજ્ઞા વગર કોઈ પાણી નહિ પી શકે. જો તમે મારા પૂછેલા પ્રશ્નના જવાબ આપશો તો જ તમે પાણી પીય શકશો અને લઈ જઈ શકશો નહીતર નહીં.
અર્જુને કહ્યું કે પહેલા પ્રગટ થાવ અને મારા બાણનો સામનો કરો આવું કહેવાનું સાહસ પણ નહિ કરો એવું કહીને પણ અર્જુને ચારે દિશાઓમાં શબ્દભેદી બાણ ચલાવી દીધા ત્યારે યક્ષે કહ્યું અર્જુન આ નકામા ઉપયોગથી કઈ જ નહિ થાય, તમે મારા પ્રશ્નોના જવાબ આપો અને જળ પીય લો જો જવાબ આપ્યા વિના પાણી પીધું તો મરી જાશો. યક્ષનું આવું કહેવા પર પણ અર્જુને કોઈ ધ્યાનના આપ્યું અને પાણી પીવા લાગ્યા. પાણી પીય ને તે પણ નકુલ અને સહદેવની જેમ મૃત જેવા થઈ ગયા. પછી ભીમને મોકલ્યા તેને પણ નકુલ, સહદેવ અને અર્જુનની જેમ ભૂલ કરી અને તે પણ બેહોશ થઈ જમીન પર પડી ગયા
છેલ્લે ચિંતાતુર યુધિષ્ઠિર પોતે જળાશય પાસે પહોચ્યા તેમણે જોયું તો તેના ચારે ભાઈઓ જળાશયના પાણીની પાસે બેહોશ થઈને મૃત અવસ્થામાં પડ્યા છે. આ જોઈને તે ખુબ જ ચિંતામાં આવી ગયા તેને લાગ્યું કોઈએ આ બધાને માર્યા અને તેના શરીરમાં કોઈ ઘાવ નથી ત્યાં કોઈના પગના નિશાન પણ ના હતા. ત્યારે યુધિષ્ઠિરને સમજાયું કે આ પાણીમાં જ કઈક છે. પછી તેણે ધય્નથી જોયું તો તે પાણી સાફ અને નિર્મળ હતું તો તે કેવી રીતે માર્યા ગયા? ખુબજ વિચાર્યા પછી યુધિષ્ઠિરને લાગ્યું અહી કોઈ બીજું પણ છે. તે વિચારીને તેણે જળ પીવાની બદલે તે જળમાં ઉતારવનું નક્કી કર્યું જેવા તે જળમાં ઉતર્યા ત્યારે આકાશવાણી થઈ હું બગલો છું મેં જ તમારા ભાઈને માર્યા છે. જો તમે પણ મારા પ્રશ્નોનો જવાબ નહિ આપો તો તમે પણ તમારા ભાઈઓની જેમ મરી જાશો. યુધિષ્ઠિરે તે સમયે ધેર્ય રાખ્યું કોઈ પક્ષી તો આ કાર્યના કરી શકે. તમે રુદ્ર છો, વસુ છો કે મરુત દેવતા છો. પહેલા તમે જણાવો કે તમે કોણ છો. ત્યારે યક્ષે કહ્યું હું કોઈ જળચર પક્ષી નથી હું યક્ષ છું, તમારા આ તેજસ્વી ભાઈઓને મેજ માર્યા છે. એવું બોલી ને તે હસવા લાગ્યા.
યક્ષની આ કઠોર વાણીને સંભાળીને યુધિષ્ઠિરે વિનમ્રતા પૂર્વક હાથ જોડીને યક્ષને પોતાની સામે પ્રગટ થવાનું નિવેદન કર્યું ત્યારે તેણે જોયુ કે વિકટ નેત્ર વાળો એક યક્ષ એક ઝાડ પર બેઠો છે. યુધિષ્ઠિરે કહ્યું હું તમારા અધિકારના ક્ષેત્રની વસ્તુ લઇ જવા નથી માંગતો તમે મને પ્રશ્ન કરો હું મારી બુદ્ધિ અનુસાર તેના જવાબ આપીશ.
યક્ષ નો બીજો પ્રશ્ન: મનુષ્ય શ્રોત્રિય કોનાથી થાય છે? મહત પદ ને કોના દ્વારા પ્રાપ્ત કરે છે? કોના દ્વારા તે દ્વિતીયવાન થાય છે? અને કોનાથી બુદ્ધિમાન હોય છે?
યુધિષ્ઠિરનો જવાબ: શ્રુતિ દ્વારા મનુષ્ય શ્રોત્રિય થાય છે. તપ થી મહત પદ પ્રાપ્ત કરે છે. ધૃતિ થી દ્વિતીયવાન થાય છે. અને વૃદ્ધ પુરુષોની સેવાથી બુદ્ધિમાન થાય છે.
નોંધ: શ્રુતિ એટલે વેદ થી મનુષ્ય શ્રોત્રિય થાય છે. શ્રોત્રિ નો અર્થ સંભાળવું પણ થાય છે. તાપથી મહત એટલે કે પરમપદને પામે છે. ધૃતિ એટલે ધીરજ, ધેર્ય થી તે દ્વિતીયવાન એટલે કે બ્રહ્મસ્વરૂપ થાય છે. અને વૃદ્ધ પુરુષની સેવાથી બુદ્ધિમાન થાય છે. વૃદ્ધ પુરુષોની સંગતમાં રહેવાથી તેનો અનુભવ અને જ્ઞાન મળે છે.