ઘરનું મંદિર રાખે છે પોઝીટીવ એનર્જી, જાણો કઈ જગ્યા પર ન રાખવું જોઈએ મંદિરનું સ્થાન

દરેક ઘરમાં મંદિર તો હોય જ છે. મંદિર દરેક લોકોની રક્ષા કરે છે અને ઘરમાં શાંતિ અને સુખ બનાવી રાખે છે. ઘરમાં પૂજાસ્થળ એટલે કે મંદિર હોવું ખૂબ સારું માનવામાં આવે છે. તેનાથી ઘરમાં કાયમ પોઝિટિવ એનર્જી બની રહે છે. હિન્દુ ધર્મમાં પૂજાસ્થળ સાથે સંબંધિત અનેક વાતો જણાવી છે. આ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આવું થવા પર શુભ ફળ મળે છે. વાસ્તુમાં પણ ઘરના મંદિર સાથે સંબંધિત કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ વાતો નીચે જણાવ્યા મુજબ છે-

જો પૂજા સ્થળ નાનું હોય તો ત્યાં વધુ મૂર્તિઓ ન રાખવી. રોજ પૂજા ઘરની સફાઈ કરવી. શક્ય ન હોય તો સમય-સમય પર સફાઈ કરતા રહેવું જોઈએ.

પૂજા નું સ્થાન હોય ત્યાં ભગવાન શ્રી ગણેશ, લક્ષ્મી તથા સરસ્વતીની ઊભી મૂર્તિઓ ન રાખવી. તેમની બેઠેલી મૂર્તિઓની જ પૂજા કરવી જોઈએ.

પૂજા સ્થળની આજુબાજુ અગ્નિ સંબંધી ઉપકરણ જેમ કે – ઇનવર્ટર અથવા વિદ્યુત મોટર ન હોવી જોઈએ.

પૂજા સ્થળની આજુબાજુ ટોયલેટ ન હોવું જોઈએ. સામે થોડી જગ્યા ખુલ્લી હોવી જોઈએ, જ્યાં બેસી શકાય.

પૂજા સ્થળની ઉપર ટાંડ ન બનાવો અને જો શક્ય હોય તો તેને સાફ રાખો. કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ ત્યાં ન રાખવી.

પૂજા સ્થળમાં કાયમ ધીમા પ્રકાશવાળો બલ્બ લગાવવો જોઈએ. ત્યાં અંધારું અથવા ભેજ ન હોવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer