હાલમાં COVID-19ના ઘણા કેસો ગુજરાત માં નોંધાયા છે તેમજ હાલમા ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશ.આ પણ આ નોવેલ કોરોના વાયરસના ઘણાબધા કેસો નોંધાયેલ હોઇ અને સરકાર તરફથી આ વાઇરસને ફેલાતો અટકાવવા માટે તા.18/5/2021ના રાત્રીથી તા.28/5/2021 સુધી સવારે 6 વાગ્યા સુધીના કરફ્યુંનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જેથી લોકોની ભીડ એકઠી ના થાય અને કોરોનનું સંક્રમણઅટકાવીશકાય. પરંતુ આવી પરિસ્થિિમાં પણ નભોઇ ગામના પાંચાભાઇ છનાભાઇ જમોડની દિકરી ભારતીબેનના લગ્ન પ્રસંગમાં પોતાના ઘોડા ઉપર વરઘોડો કાઢી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રેવાભાઇ કાળાભાઇ કુમરખાણીયાની હોવા છતાં તેનો ભંગ કર્યો હતો.
પાલન નહીં કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં ફરિયાદ નોંધાઇ હતી. તેઓ ઉપર આરોપ છે કે તેમણે જાહેરનામા નો ભંગ કર્યો છે.પરંતુ જેના રાજકીય વગો ધરાવતા હોવાથી પોલીસ કેસ કરી આગનડની કાર્યવાહી ન કરી.
ત્યારે રાજકીય દબાણને લઈને નભોઈ ગામે કોરોના મહામારી અંગેના જાહેરનામા વિરુદ્ધ મજાહેરમાં ભીડ એકઠી કરી કન્યાનું ઘોડા ઉપર ફુલેકુ ફેરવવાનું મામલો દબાવી દેવા લગ્ન પ્રસંગ યોજનારા વિરુદ્ધ ગુનો નોંધવાના બદલે પોલીસે માત્ર ઘોડાના માલિક વિરુદ્ધ ગુનો નોંધી સંતોષ માન્યો છે.
જ્યારે પોલીસે ઘોડાના માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્યારે આ વાત પોલીસ ને શંકા ના દાયરામાં મૂકે છે. મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે કે શું નિયમો સામાન્ય લોકો માટે છે રાજકીય વગ ધરાવતા લોકોને આ નિયમોનું પાલન નથી કરવાનું હતું?
પોલીસને શું કોઈનું દબાણ હતું?. વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વોટસ એપના માધ્યમથી નભોઇ ગામનો લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ થયેલાની હકીકત જાણવા મળી હતી.