કોરોનાની સારવાર લઈ રહેલ યુવાને સોસીયલ મીડિયા માં લાઈવ થઈ બાય બાય કર્યું, પછી કલાક માં જ એમનું મૃત્યુ થયું!

કોરોનાની મહામારીએ કેટલાયના જીવનને ગંભીર અસર પહોંચાડી છે. અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે તો અનેકે આ મહામારીને કારણે નોકરી ધંધા ગુમાવ્યા છે. કેટલાકે આ મહામારીને લીધે આર્થિક ભીંસ ઉભી થવાથી જિંદગી પણ ટુંકાવી લીધી છે.

અનેક સ્નેહી સ્વજનો હોસ્પિટલ થી સીધા સ્મશાન જવા લાગ્યા….છેલ્લા દર્શન પણ દુર્લભ થઈ ગયા…..અબાલ વૃદ્ધ….અને બાળકો પણ આનો ભોગ બન્યા.એમ્બ્યુલન્સ હોસ્પિટલ, .બેડ,ઓક્સિજનબધું જ ખૂટી ગયું અને જીવન પળભર માં મૃત્યુ થઈ ગયુ.


આપણે ઘણીવાર આપણા વડીલો આગળ થી સાંભળતા હોય છે કે મૃત્યુનો સમય અને જગ્યા નિશ્ચિત છે ફક્ત કારણો જ ફરતા હોય છે. પરંતુ જ્યારે આપણે કોઈ આપણું પોતાનું સ્વજન ગુમાવ્યું ત્યારે આપણે એ બાબતની આપવીતી થાય છે.

ગુમાવેલા સ્વજનોની યાદો તેમની ચીજવસ્તુઓ અને તેમની સાથે વિતાવેલા સુખ દુખ ના ક્ષણો હંમેશા આપણા જીવનમાં અમીટ છાપ છોડીને ચાલ્યા જતા હોય છે અને આપણા મનમાં તેમના પ્રત્યે દુઃખની લાગણી ઉત્પન્ન થતી હોય છે અત્યારે આપણે આપણા મિત્રો સાથે સોશિયલ મીડિયાથી કનેક્ટ હોય છે.

મૂળ ગોંડલના અને હાલમાં અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલા મિત્રનું અંતિમ વિડીયો જોઈ અને તેમને મિત્રો પણ ભાવુક થઇ ગયા હતા.ગોંડલમાં વસવાટ કરતાં દીપકભાઈએ છેલ્લા 17 દિવસથી અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

પરંતુ તેમના મૃત્યુની કેટલી કલાક પહેલા પોતે સોશિયલ મીડિયામાં લાઇવ થયા અને બે-ત્રણ મિનિટ પોતે જાણે પોતાના મિત્રોને અને સ્વજનોને આખરી વખત બાય-બાય કહેતા હોય તેવી રીતના વિડીયો પૂરો કર્યું અને થોડા જ સમયમાં તેમનું મૃત્યુ નિપજ્યું .

Leave a reply:

Your email address will not be published.

Site Footer