મેષ- અ, લ, ઇ(Aries):
એક વાર માં એક જ કાર્ય પૂરું કરવું આપણી દિનચર્યામાં બદલાવ લાવવા પ્રયત્ન કરવો આપની રાશિમાં ચોથો ચંદ્રમાં કંઈકને કંઈક મુશ્કેલી જરૂર દેશે કેટલાક કાર્યમાં અડચણ આવી શકે છે કોઈપણ જવાબદારીના અણદેખી ન કરવી. લવ લાઈફ થી જોડાયેલી મુશ્કેલી વધી શકે છે બિઝનેસ માં ફાયદો ન થવાથી તણાવ વધી શકે છે વિદ્યાર્થી વર્ગ એ આગળ વધવા પ્રયત્ન કરવો. આપની તબિયત પણ ધ્યાન રાખવું. શુભ અંક :- 5 શુભ રંગ :- કેસરી
વૃષભ – બ, વ, ઉ (Taurus):
મિત્રો અને પરિવાર સાથે સમય વિતશે કરિયર માં આગળ વધવા માટે નાના-મોટા પગલા ભરી શકો છો. સાવધાન રહેવું અને કોઈની સાથે સંબંધ ન બગાડવા. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે જીવનસાથી સાથે સારો સમય વીતશે. વિદ્યાર્થીવર્ગને થોડો તણાવ રહી શકે છે સફળતા માટે ખૂબ મહેનત કરવી પડી શકે છે જોખમવાળા કાર્ય થી દૂર રહેવું કોઈપણ કામમાં જલ્દી ન કરવી. શુભ અંક :- 6 શુભ રંગ :- પીળો
મિથુન – ક, છ, ઘ(Gemini):
કોઈની મદદથી આપનું કાર્ય થઈ શકે છે. અધિકારીના સહકારથી આપના કામ વિશે વાતચીત થઈ શકે છે. કાર્યનો બોજ લાગી શકે છે. સેવિંગ માંથી પૈસા ખર્ચ થઈ શકે છે. ફાલતુ ખર્ચ થી બચીને રહેવું. ગાય માતાને લોટ ખવડાવવો. પ્રેમ પ્રસ્તાવ મળવાનો યોગ છે. જીવનસાથીના વધુ વ્યસ્તતા ને કારણે સંબંધમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તબિયત પર ધ્યાન દેવું મોસમી બીમારી થઇ શકે છે. શુભ અંક :- 7 શુભ રંગ :- ગુલાબી
કર્ક – દ, હ(Cancer):
આપની મહત્વકાંક્ષા વધી શકે છે. ધૈર્ય રાખવું. સમજી વિચારીને બોલવું પરિવારથી મદદ મળી શકે છે કારોબાર માં ખર્ચ વધુ થઈ શકે છે દાંપત્ય જીવનમાં તણાવ વધી શકે છે જીવનસાથી આપની વાતોને સમજી શકશે નહિ. વ્યવહારિક દ્રષ્ટિએ આપણા માટે દિવસ ઠીક કહી શકાય નહીં. વિદ્યાર્થી માટે દિવસ સામાન્ય રહેશે પરંતુ મહેનત થોડી વધુ કરવી પડશે ભણતર માટે ચિંતા વધી શકે છે. શુભ અંક :- 9 શુભ રંગ :- જાંબલી
સિંહ – મ, ટ(Leo):
આપનું લક્ષ્ય સાફ રહેશે પૈસાનો કોઈ વિષય બાકી હોય તો તેને ઉકેલવાનો પ્રયત્ન કરવો પ્રેમ સંબંધમાં નવી ઉર્જા મળી શકે છે. યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. જવાબદારી વધવાનો પણ યોગ બની રહ્યો છે આજ ચંદ્રમાં આપની રાશિથી બારમી રાશિ માટે રહેશે રોજિંદા જીવનમાં અડચણ આવી શકે છે. પાર્ટનરને સમય નહીં દેવાને કારણે અનબન થઈ શકે છે નિવેશમાં રિસ્ક છે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ થોડો નકારાત્મક રહેશે. શુભ અંક :- 2 શુભ રંગ :- નીલો
કન્યા – પ, ઠ, ણ(virgo):
દરેક નિર્ણય સમજી-વિચારીને કરવો કારોબાર સંબંધિત યાત્રા થઈ શકે છે નોકરીમાં જવાબદારી વધી શકે છે આજે આપનું પૂરું ધ્યાન આપણા ટાર્ગેટ પર રહેશે કોઈ મોટું કામ એકલા કરવાનો પ્રયત્ન ન કરવો પ્રેમ સંબંધની મધુરતા આવશે દાંપત્યજીવન માં પ્રેમ વધશે દિવસ આપની ફેવરમાં હોઈ શકે છે તબિયત ના વિષયમાં દિવસ સામાન્ય રહે ખાણીપીણીમાં ધ્યાન રાખો શુભ અંક :- 4 શુભ રંગ :- સફેદ
તુલા – ર,ત(libra):
આ રાશિમાં ચંદ્રમા હોવાને કારણે સારી રીતે કાર્ય કરી શકશો. સમયની સાથે રહેવું જે થતું હોય તે થવા જેવું તેનો વિરોધ ન કરવો. તેનાથી આપને જ ફાયદો થશે. કોઈ ખાસ કાર્ય પુરું થવામાં મોડું થઈ શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિદ્યાર્થી શાંતિથી કામ લે, જલ્દી લેવાયેલો નિર્ણય મુશ્કેલી ઊભી કરી શકે છે. માનસિક તણાવ રહેશે. શુભ અંક :- 4 શુભ રંગ :- બ્લુ
વૃશ્ચિક – ન,ય(scorpio):
કેટલાક નવા મિત્રો બની શકે છે સંબંધમાં ગાઢતા આવી શકે છે. ખોવાયેલી વસ્તુ મળી શકે છે નવા કોન્ટેક્ટ થી ફાયદો થઈ શકે છે. ડર અને નેગેટિવ વિચારને કારણે આપ કોઈ કાર્યમાં અસફળ પણ થઈ શકો છો સાવધાન રહેવું વ્યવહારિક જીવનમાં પણ મધુરતા રહેશે જીવનસાથી દ્વારા મદદ મળી શકે છે બિઝનેસમાં ગતિ આવશે વિદ્યાર્થીવર્ગને થોડો તણાવ રહેશે સાથીઓ દ્વારા મદદ મળી શકે છે વાહન ચલાવતા સાવધાની રાખવી શુભ અંક :-1 શુભ રંગ :- સોનેરી
ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):
આસપાસમાં કોઈ નાની યાત્રા થઈ શકે છે સંતાનથી સુધાર થવાનો યોગ બની રહ્યો છે રોકાયેલા કામ માટે કોઈ અનુભવી ની સલાહ લેવી. કરાયેલા કાર્યનો ફાયદો આવનારા દિવસોમાં મળી શકશે આપના કેટલાક કામો અધૂરાં પણ રહી શકે છે પૈસા ના વિષયમાં કોઈ નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ નથી સ્ટુડન્ટ માટે દિવસ સારો કહી શકાય બિઝનેસમાં કોઈ નવું કાર્ય શરૂ ન કરવું સાવધાન રહેવું તબિયત નરમ રહેશે. શુભ અંક :- 9 શુભ રંગ :- આસમાની
મકર – ખ, જ(Capricorn):
સાથીના નિર્ણય લેવામાં આજે તમે મદદ કરી શકો છો પૈસાના કેટલાક વિશે આપને ઉકેલવા પડશે કામકાજ પુરા કરવામાં આપને સમય લાગી શકે છે દાંપત્યજીવનમાં સુખ મળશે ભાવનાત્મક ઉર્જા પણ રહેશે બિઝનેસમાં નવા સોદા ન કરવા આપના કામોની ગતિ ધીમે હોઈ શકે છે. વિદ્યાર્થી ને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે તબિયત ના વિષયમાં દિવસ સામાન્ય કહી શકાય છે. મિત્રો સાથે સમય વીતશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- વાયોલેટ
કુંભ – ગ, શ, સ(Aqarius):
આપ પ્રયત્ન કરશો તો ગૂંચવાયેલા વિષય નો ઉકેલ મળી શકે છે આપની વાત કહેવા માં આપ સફળ થશો કોઈ વડીલને લેવાયેલી સલાહ આપના માટે કારગત સાબિત થઈ શકે છે ચંદ્રમા ગોચર કુંડળીના છઠ્ઠા ભાવમાં હોવાથી દિવસ થોડો મુશ્કેલી ભરેલ રહેશે. જીવનસાથીની મદદ મળશે થોડાક થાક અને આળસ રહેશે. નવા વિકલ્પો પર વિચાર થઈ શકે છે કોઈ મોટો નિર્ણય કરવાથી બચવું. શુભ અંક :- 8 શુભ રંગ :- લીલો
મીન – દ, ચ, ઝ, થ(Pisces):
લવ લાઇફમાં સંબંધ મધુર થઇ શકે છે સંબંધમાં નવી શરૂઆત થવાનો યોગ બની રહ્યો છે કોઇ પણ કામ માટે તમારે મનથી તૈયાર રહેવું પડશે. કેવા રે જીવન ખુશ રહેશે પ્રેમ સંબંધ માં સફળતા મળશે થોડી મહેનત બધું કરવી પડે વ્યસ્તતા રહે કરિયરમાં ઉતાર ચઢાવ આવશે. આજે આપણો કોઈથી ખોટા વાદા વચન ન કરતા. સાવધાની રાખવી અને કામ પર ધ્યાન દેવું તબિયત સામાન્ય રહેશે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ઠીક ઠીક કહી શકાય. શુભ અંક :- 2 શુભ રંગ :- લાલ