ગુજરાત ના રાજકારણ માં હડકમ્પ મચાવનાર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટલીયા અને ઈસુદાન ગઠવી પર સોમનાથ માં હુમલો..

સોમનાથઃ આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે.

આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. …

ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ વધી ગયું છે પરંતુ આ બાબત ભાજપ કોંગ્રેસ અને કેટલાક નેતાઓને પસંદ આવતી નથી તેવું જણાઈ રહ્યું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા સંવેદના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન કરી અને ત્યારબાદ ત્યાંથી કરવાની હતી.


પરંતુ જ્યારે સોમનાથ દાદાના દર્શન કરવા માટે મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે મંદિરની બહાર પ્રાંગણમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પ્રવક્તા યોગેશ જાદવાણી એવું કહ્યું હતું કે હુમલો કરનાર લોકો ભાજપના કાર્યકર્તા હતા. તેમાં તેમણે ભાજપ દ્વારા કરવામાં આવેલી હલકી કક્ષાની રાજનીતિ નિંદા કરી હતી. જોકે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ પણ ઘાયલ થયા છે ઉપરાંત ઈશુદાન ગઢવી ને પણ ખરાબ ગાળો આપવામાં આવી હતી.

પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગયા હતા ત્યારે પીએસઆઇ ફરિયાદ નોંધવાની ના પાડી અને સામે ફરિયાદ કરવાનું કહ્યું હતું કે ફરિયાદ તમારા ઉપર કરવામાં આવશે કારણ કે તમારી પાર્ટીના લોકોએ મારપીટ કરી હતી.

આ વિરોઘ પાછળ ગોપાલ ઇટાલિયાનો વાયરલ થયેલ જુનો વીડિયો હોવાનું કહેવાય રહયુ છે. જો કે, આ વિરોઘ નહીં પણ ભાજપ પ્રેરિત લોકોએ હુમલો કરેલ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાએ લગાવ્‍યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer