જાણો શા માટે દિવસે દિવસે ઘટી રહ્યો છે ગોવર્ધન પર્વતનો આકાર..

આજે અમે તમને કહેવાના છીએ કે ગોવર્ધન પર્વત જેને આપણે ગીરીરાજજી મહારાજ પણ કહે છે, એમના પૂર્વ જન્મ માં શું હતા. કેમ આજે આ ભગવાન કૃષ્ણ ની જેમ વ્રજ માં પૂજવામાં આવે છે. આવો જાણીએ ગોવર્ધન પર્વત ઉત્પતિ ની સંપૂર્ણ કથા….

ગોવર્ધન જન્મ ની કથા : રાધા જી ના અનુગ્રહ પર શ્રી કૃષ્ણ એ ગોવર્ધન નો જન્મ શાલ્મલી દ્રીપ ની પાસે દ્રોણાચાલ ની પત્ની ના ગર્ભ માં જન્મ લીધો. આ પર્વત બાકી બધા પર્વતો માં થી સૌથી પૂજનીય રહ્યો છે.

પુલત્સ્યજી નું આવવું અને ગોવર્ધન ને માંગવું : એક વાર બ્રહ્મા ના પુત્ર મુની પુલત્સ્યજી શિવ ની નગરી કાશી થી દ્રોણાચલ ના આશ્રમ આવ્યા અને એના પુત્ર ના સંસ્કારો ને જોયા. બધા ઔષધી ગુણો થી યુક્ત અને મહિમાપૂર્ણ પર્વત ને જોઇને એને ઈચ્છા જાહેર કરી તે એને એમની સાથે લઈ જવા માંગતા હતા.

આ વાત સાંભળી દ્રોણાચલ ની આંખો થી પાણી નીકળી ગયું. તે સમજી ગયા કે જો એને મુની ને ણા પાડી તો તે ગુસ્સા માં શ્રાપ આપી દેશે અને જો એની વાત માની લેવાઈ તો પુત્ર વિયોગ જોવું પડશે. તે ધર્મ સંકટ માં ફસી ગયા હતા.પછી ભારે મન થી એમણે એમના પુત્ર ને કહ્યું કે બેટા તું પુલત્સ્યજી સાથે ચાલ્યો જા.

ગોવર્ધનજી તૈયાર થઇ ગયા પર એમણે મુની ને કહ્યું જો તમે મને ક્યાંક રાખી દેશો તો પછી હું ત્યાં સ્થાપિત થઇ જઈશ. મુની ગોવર્ધન ની વાત માની ગયા. રસ્તા માં વ્રજ કૃષ્ણ ની ભૂમિ આવી ગઈ. એ નગરી ની મહિમા ગોવર્ધનજી જાણતા હતા અને એનું મન ત્યાં જ સ્થાપિત થવા માંગતું હતું. એમણે એમનો ભાર વધારી લીધો અને પુલત્સ્યજી ઉઠાવી શક્યા નહિ અને એને આ વ્રજ ની ધરતી પર રાખવા પડ્યા. શરત ની અનુસાર ગોવર્ધન ની અહિયાં સ્થાપના થઇ ગઈ હતી.

પુલત્સ્યજી એ ફાટી આપ્યો ગોવર્ધન ને શ્રાપ : પુલત્સ્યજી ગોવર્ધન ની ચાલ સમજી ગયા હતા. એને એનાથી ખુબ આઘાત પહોંચ્યો. એમણે ફરી ગુસ્સા માં ગોવર્ધન ને શ્રાપ આપી દીધો કે “ તમે હવે થી દરેક દિવસે તલ તલ ઓછા થતા જશો.” આ રીતે આજે જે આપણે ગોવર્ધન ને જોઈ રહ્યા છે તે એ જ મુની ના શ્રાપ ના કારણે બિલકુલ ઓછો થયો છે. આ કારણ થી ગોવર્ધન ને શ્રાપિત કહેવામાં આવ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer