27 જૂને લેવાનારી UPSCની પરીક્ષા મોકૂફ, હવે આ તારીખે લેવાશે…

દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે UPSCએ સૌથી મોટો નિર્ણય કર્યો છે. જેમાં UPSC દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને જોતા સિવિલ સર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમરી એક્ઝામ ટાળી દીધી છે. હવે આ પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ યોજાશે. હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોતા UPSCએ મહત્વનો નિર્ણય લીધો છે.

આ પરીક્ષા 27 જૂને યોજાનાર હતી. આ માટેનું નોટિફિકેશન 4 માર્ચ 2021ના જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે દેશની સ્થિતિ પહેલા કરતા વધુ ગંભીર છે, આથી આયોગે આ પરીક્ષા મુલત્વી રાખવાનું નક્કી કર્યું

હવે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

દેશમાં સતત બીજા દિવસે કોરના કેસમાં વધારો જોવા મળ્યો છે..છેલ્લા 24 કલાકમાં દેશભરમાં ત્રણ લાખ 62 હજાર 700થી વધુ કોરોના કેસ નોંધાયા છે.જ્યારે મૃત્યુઆંક પણ ચાર હજાર 120 થયો છે..દેશમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખ 52 હજાર 181 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 97 લાખ 34 હજાર 800ને પાર થઈ છે..જ્યારે કુલ મૃત્યુઆંક બે લાખ 58 હજાર 317 થયો છે.

યૂપીએસસી સિવિલ સેવામાં આ વર્ષે 712 અને ભારતીય વન સેવા પરીક્ષામાં 110 વેકેન્સી છે. પરીક્ષા દેશા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવાવાની હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer