બીએપીએસ સ્વામિનારાયણ ધર્મની વિશ્વવ્યાપી સંસ્થા છે. આ સંસ્થા ભારત યુ.કે, યુ.એસ.એ, દુબઈ સહિત વિશ્વના ઘણા બધા દેશોમાં સ્વામિનારાયણ ધર્મનો પ્રસારણ વિસ્તાર કરવા સાથે સંકળાયેલી છે. તાજેતરમાં જ ન્યૂજર્સીમાં સૌથી મોટું હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે .
આ મંદિરમાં કામ કરતાં છ દલિત સમિતિ દ્વારા બીએપીએસ સંસ્થાના સીઈઓ મનુભાઈ પટેલ ઉપર એવો આરોપ રાખવામાં આવ્યો હતો કે તેઓ અહીંથી ધાર્મિક વિઝા લઈને તેમને અમેરિકામાં મજૂરી કરાવી હતી અને કેદ કરી રાખ્યા હતા તેમને મર્યાદિત વિસ્તારમાં જ બહાર જવા દેવામાં આવતા હતા.
આ ઉપરાંત અહીંથી તેમને સેવાનું કામ કહી ને ત્યાં મજૂરી કરાવવામાં આવતી હતી અને પ્રતિ કલાક નો એક ડોલર એટલે કે અંદાજીત ૭૦થી ૭૫ રૂપિયા આપવામાં આવતા હતા. આ ઉપરાંત પાસપોર્ટ પણ જપ્ત કરી રાખ્યા હતા.
આ ફરિયાદ મળતાની સાથે જ એફબીઆઈની ટીમ એ બીએપીએસ મંદિર દરોડા પાડયા હતા.
શ્રમિકો એ તેમના વકીલ દ્વારા એવી ફરિયાદ નોંધાવી છે કે તેમનું શોષણ થયું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ ધાર્મિક વિઝા હેઠળ લેવામાં આવ્યા હતા. અને ત્યાં તેમને જમવામાં ફક્ત બટાકા અને કોબીજ આપવામાં આવતા હતા.
પરંતુ બીએપીએસના સ્થાનિક ચીફ એક્ઝિક્યુટિવ એ આ વાતને નકારી કાઢી હતી. જ્યારે બી.એ.પી.એસ ના પ્રવકતા લઈને જોશીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે શ્રમિકો ભારતમાં કોતરણી કરાયેલા પથ્થરોને જોડવાની જટિલ કામગીરી કરતા હોવાથી તેમને વિઝા માટે આ લાયકાત માટે ક્વોલિફાઇ કરાયા હતા અને તેને આશ્વાસન આપ્યું હતું કે સમય જતાં બધું જ સત્ય બહાર આવી જશે.