જીટીયુ દ્વારા કોરોના ના સમયગાળામાં પી.એચ.ડી રિસર્ચ સ્કોલરને 75% હાજરી ના નામે કરવામાં આવતી હેરાનગતિ

શિક્ષક એક આદર્શ વ્યક્તિત્વ હોય છે. પરંતુ હાલના સમયમાં એવું ચરિતાર્થ થતું નથી. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં પાર્ટ ટાઈમ માં પીએચડી કરનારા શિક્ષકોને હાલમાં ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે.


વાત જાણે એમ છે કે આજથી બે વર્ષ પહેલાં જ્યારે તેમનું પીએચડી રજીસ્ટ્રેશન થયું હતું. ત્યારથી ફક્ત એક વર્ષ સુધી કંઈ પણ કરવામાં આવ્યું ન હતું. જીટીયુ દ્વારા તેમના એક વર્ષ પછી પીએચડી રજીસ્ટ્રેશન માટે ફરજિયાત ગણાતો એવો કોર્સ વર્ક નું ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો

તે સમયે જીટીયુ દ્વારા એવા એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના મહામારી ના કારણે રૂબરૂમાં ભણાવું શક્ય નથી અને સંશોધનકર્તાની અનુકૂળતા અને શિક્ષકોની અનુકૂળતા ને ધ્યાનમાં રાખી અને અમે ઓનલાઇન શિક્ષણ શરૂ કરીએ છીએ ત્યાર પછી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું
સંશોધનકર્તાને બે ભાગમાં વહેચણી કરવામાં આવી હતી. બધા સંશોધનકર્તાને ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ બધા સંશોધનકર્તા હાલના શિક્ષકો હતા અને તે ગુજરાત અંતર્ગત અલગ અલગ કોલેજોમાં કામ કરી રહ્યા હતા અને તે ભણવાની સાથે સાથે બીજા વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણવાનું પણ કાર્ય કરી રહ્યા હતા.


આ એક વર્ષના સમયગાળા દરમ્યાન ઘણી વખત ઘણા સંશોધનકર્તાને અને શિક્ષકોને ઇન્ટરનેટના કારણે ઇન્ટરનેટ કનેકટીવિટી ના કારણે ઘણી વખત ક્લાસમાંથી તેઓ હાજર કરી શકતા નહીં અને તેના કારણે તેમની હાજરી ગણાતી નહી. હવે જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની એક્ઝામ લેવામાં આવી નહીં.


ત્યારે સંશોધનકર્તાને થોડા વર્ષો થોડા સમય પહેલા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે આવનારા ૧૨ મેના રોજ પીએચડી કરનારા દરેક સંશોધનકર્તાને બે વિષયની પરીક્ષા છે. તે પરીક્ષા ઓનલાઈન લેવાશે પરંતુ તેમણે એવો તુઘલખી નિર્ણય જાહેર કર્યો હતો કે તેમના દ્વારા ૭૫ % હાજરીનું એનાલિસિસ કરવામાં આવેલા સંશોધનકર્તાને જ પરીક્ષા આપવા માં આવશે
આમ ઘણા સંશોધનકર્તા એ સમગ્ર વર્ષ દરમિયાન કરેલું દરેક કાર્ય હશે અને તેમણે સંશોધનકર્તાની યાદી બહાર પાડી હતી તે સંશોધનકર્તાની યાદી માં ઘણા સંશોધનકર્તા ના નામ ન હતા. તેના કારણે તેઓ ખૂબ જ હતાશ થયા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ કોરોના મહામારી ના કારણે તેઓ ઘણી વખત ઓનલાઇન હાજર રહી શકયા ન હતા

પરંતુ તેમણે પાછળથી તે વિડિયો જોઈ અને તેના પછીના સંપૂર્ણ એસાઈમેન્ટ કંપ્લીટ કર્યા હતા અને એસાઈમેન્ટ યુનીવર્સીટી ને સમયસર સબમિટ પણ કર્યા હતા અને તેમાં જીટીયુ દ્વારા ખૂબ જ સારા માર્કસ આપવામાં આવ્યા હતા પરંતુ હાલમાં જીટીયુમાં તારીખ ૧૧ મેના રોજ એક સરકયુલર બહાર પાડવામાં આવ્યો હતો.


તે પરિપત્ર મુજબ અમુક સંશોધનકર્તાને જ તેમાં પરીક્ષા આપવા માં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું બાકીના સંશોધનકર્તા ને આવતા વર્ષે ફરીથી પરીક્ષા આપવાની રહેશે અને આ સમગ્ર વર્ષ દરમિયાન તેમણે કરેલી તમામ મહેનત ઉપર પાણી ફરી ગયું હતું.


ત્યારે આવી કોરોના મહામારીમાં દરેક સંશોધનકર્તાએ અને દરેક રિસર્ચ સ્કોલર દ્વારા એવી અરજી કરવામાં આવી હતી કે તેમણે 75% attendance નો ક્રાઈટેરિયા દૂર કરી અને કોરોના મહામારીમાં તેમના ઉપર દયા કરવામાં આવે પરંતુ અને તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવે.


પરંતુ જીટીયુ દ્વારા હાલમાં તેમના કડક નિયમોના કારણે કોઈપણ પ્રકારની રિલેકસેશન આપવામાં આવ્યું નથી. સંશોધનકર્તા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે gtu ને જેની માન્યતા છે. એવા ugc મા આવા કોઈપણ નિયમો નથી. પરંતુ gtu પોતાના નિયમો બહાર પાડ્યા છે.


પરીક્ષાના ફક્ત દસ દિવસ અગાઉ આવા નિયમો અને આવા નીર્ણયો બહાર પાડ્યા છે. તેથી ઘણા સંશોધનકર્તા ને હેરાન પરેશાન થવું પડે છે. પરંતુ gtu મનસ્વી રીતે પોતાના નિયમો બહાર પાડ્યા છે અને પરીક્ષાના ફક્ત દસ દિવસ અગાઉ આવા નિયમો અને આવા નીર્ણયો બહાર પાડ્યા છે તેથી ઘણા વિદ્યાર્થીઓ ની કારકિર્દી નષ્ટ પામે એવું લાગે છે. આમ સતત વિદ્યાર્થીઓનીની કાળજી રાખતા અને અભ્યાસમાં નિપુણ એવા શિક્ષકો ને આજે હેરાન થવાનો વારો આવ્યો છે.


એક બાજુ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ગવર્મેન્ટ પોલીટેકનિક અને સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ગવર્મેન્ટ ફાર્મસી કોલેજમાં નોકરી કરતા તમામ શિક્ષકો અને આઘાત લાગ્યો હતો. કારણ કે તે તેમના સંશોધન કાર્ય ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંતર્ગત કરતા હતા અને તેની સાથે સાથે તે પાર્ટ ટાઈમ માં તેમના કોલેજ દ્વારા આપવામાં આવતી ડ્યુટી કરતા હતા


પરંતુ એક સાથે બંને કાર્ય શક્ય ન હતા અમુક સંશોધનકર્તાઓ માટે એકસાથે ભણાવવું અને ભણું બંને શક્ય ન હતા. આમ બંને બેવડી જવાબદારી ના કારણે ઘણા વિધા સંશોધન કરતા ને ઇન્ટરનેટ કનેકટીવિટી ના કારણે ઘણાં સંશોધનકર્તા તે સમયે ઓનલાઇન હાજર રહી શકયા ન હતા.


તેના કારણે આજે તેમના સમગ્ર વર્ષ ની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. જીટીયુ દ્વારા એવો એક સરકયુલર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં ફક્ત દરરોજ હાજર રહેલા અને કોઈપણ પ્રકારની ઇન્ટરનેટ ડીસકનેક્ટિવિટી વગર હાજર રહેલા સંશોધનકર્તાને પરીક્ષા આપવા માં આવશે.


આમ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી આશરે ૧૦૦ શિક્ષકોની અને સંશોધન કર્તાઓની મહેનત ઉપર જીટીયુ દ્વારા પાણી ફેરવવામાં આવ્યું છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે જીટીયુ દ્વારા એક orientation programme કરવામાં આવ્યો હતો.


તે આ orientation programme માં જીટીયુ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પાર્ટ ટાઈમ સંશોધન કરતાં દરેક સંશોધન કરતાં એ અનુકૂળતા મુજબ દરેક લેક્ચર અને દરેક વિષય ઉપર નો લેક્ચર શનિ-રવિના વીકેન્ડમાં ગોઠવવામાં આવશે પછી મોટાભાગના લેક્ચર ચાલુ દિવસ દરમિયાન ગોઠવવામાં આવ્યા હતા.


વધુમાં મળતી માહિતી પ્રમાણે જીટીયુ દ્વારા 29 ઑક્ટોબર -2020 ના રોજ એક orientation programme કરવામાં આવ્યો હતો અને તે આ orientation programme માં જીટીયુ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પાર્ટ ટાઈમ Ph.D કરતાં દરેક વિદ્યાર્થીઓ માટે સપ્તાહના અંતમાં એટલેકે શનિવાર અને રવિવારે દરેક વિષય ઉપર નો લેક્ચર ગોઠવવામાં આવશે. પરંતુ પાછળથી મોટાભાગના લેક્ચર ચાલુ દિવસ દરમિયાન ગોઠવવામાં આવ્યા હતા અને ત્યારે આ શિક્ષકોને તેમની કોલેજ દ્વારા આપવામાં આવતા લેક્ચર અને બીજા વહીવટી કર્યોના કારણે તેઓ અમુક લેક્ચર ભરી શક્યા નથી.


ત્યારે આ શિક્ષકોને તેમના શાળા કોલેજ દ્વારા આપવામાં આવતા લેક્ચર અને તેમના રેગ્યુલર શિડ્યુલ ના કારણે તેઓ અટેન્ડ કરી શક્યા ન હતા. હાલના સમયમાં જ્યારે દરેક શૈક્ષણિક સંસ્થા કોરોના મહામારી ના કારણે વિદ્યાર્થીઓને બને એટલી મદદ કરી રહી છે.


ત્યારે જીટીયુ આવા નિર્ણયના કારણે ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યું છે અને જે સતત સંશોધનકર્તાઓને વર્ષ બે વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળે તેમ છે આવામાં દરેક સંશોધનકર્તા દ્વારા એવી વિનંતી કરવામાં આવે છે કે તેમને સમગ્ર વર્ષ દરમિયાન ઇન્ટરનેટ ડીશકનેક્ટિવિટીને કારણે તેમની ગેરહાજરીને નોંધ લેવામાં આવે અને તેમને આવનારી 21મે ની પરીક્ષામાં બેસવા દેવામાં આવે.જેથી આં સંશોધનકર્તા આગળ જઈ ને સમાજ અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે.


ગુજરાત સરકાર હંમેશા ચાઇના ને પછડાટ આપવા માટે સંશોધનકર્તાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરતી હોય છે પરંતુ જ્યારે પોતે જ સંશોધનકર્તાઓને હેરાનગતિ કરી રહી હોય એવું લાગે છે ગુજરાત સરકાર દ્વારા અનેક વિવિધ પ્રોજેક્ટો ની મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે.


પરંતુ આજે સંશોધન કરતાં પોતે જ હેરાન થઇ રહ્યા છે અને આવા મનસ્વી નિર્ણયના કારણે આવનારા સમયમાં સંશોધન કરતાં મનોબળ પર ખૂબ જ વધારે અસર થશે કારણકે phd programme એક-બે વર્ષ નો પ્રોગ્રામ હોતો નથી પરંતુ તે વિષયને અનુરૂપ પાંચથી સાત વર્ષનો પ્રોગ્રામ હોય છે.


જો આવી જ રીતે મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવશે તો સંશોધન કરતા આવનારા સમયમાં કોઈ પણ વિષય પર સંશોધન કરવામાં વિચારશે??? ભારતની પ્રગતિ અને દુનિયાની ટેકનોલોજી ક્ષેત્રે ભારત પાછળ રહી જશે અને ભારતમાં આવનાર સમયમાં સંશોધન કરતા ગુજરાતમાં સંશોધન કરતાં સાત વાર વિચારશે અને એડમિશન લેતા પહેલા તો વિચારશે જ

Leave a reply:

Your email address will not be published.

Site Footer