કોરોના માટે રાહતના સમાચાર; રશિયાની રસી સ્પૂતીનિક-V હવે ભારતમાં ઉપલબ્ધ

ભારતમાં આવતા અઠવાડિયેથી રશિયન વેક્સિન Sputnik V ઉપલબ્ધ થશે. આ વાતની સત્તાવાર જાહેરાત કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે કરી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, ડો.બલરામ ભાર્ગવ અને ડો.વી.કે. પૌલે ઉપસ્થિત હતા.ડો. વી.કે.પૌલે જણાવ્યું હતું કે રશિયન COVID-19 રસી સ્પુટનિક-વી ને હવે ભારત માં મંજૂરી આપવામાં આવી છે અને સતાવાર રીતે તેનો ઉપયોગ થઈ શકશે.

આવનાર 5 મહિનામાં ભારતમાં સ્પુટનિક-વીના 2 અબજ ડોઝ આપવામાં આવશે. દેશી અને વિદેશી બંને રસીથી ભારતમાં રસીકરણ અભિયાનને વેગ મળશે. ભારતમાં ઓક્ટોબર સુધીમાં સ્પુટનિક-વીનું ઉત્પાદન ઉદ્યોગિક ધોરણે થવાનું શરૂ થઈ જશે.

નોંધનીય છે કે આ રસીને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે રશિયા રક્ષા મંત્રાલય સાથે મળીને એડેનોવાયરસને બેસ બનાવીને તૈયાર કરી છે.

હાલ પુરતા દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે આ રસીને રશિયાથી આયાત કરાશે. અત્રે જણાવવાનું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને પહેલેથી આ મંજૂરી મળી ચૂકી છે. હવે ભારત પાસે કોરોના સંક્રમણ સામે લડવા માટે ત્રીજી રસી પણ મળી ગય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer